પાટીદાર સમાજમાં યુવતીઓની અછતને દુર કરવા લેવામાં આવ્યું મોટું પગલું…
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. જે પુરી કરવા અને બેટી બચાવ કાર્યક્રમની અભિયાન પાટીદાર સમાજે ઉપાડ્યું. દીકરીઓ જન્મ આપનાર પરિવારને આર્થિક સહયોગની…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. જે પુરી કરવા અને બેટી બચાવ કાર્યક્રમની અભિયાન પાટીદાર સમાજે ઉપાડ્યું. દીકરીઓ જન્મ આપનાર પરિવારને આર્થિક સહયોગની સાથે સન્માનિત કરાઈ રહયા છે. પાટીદાર સમાજના ચુવાળ પ્રગતિ મંડળ અમદાવાદનો 16 માં સ્નેહમીલન સભારંભમાં મંત્રી જલારામ પટેલે જણાવ્યું કે, દીકરીઓની અછત છે. દીકરાઓ દીકરી મળતી નથી અન્ય સમાજમાં દીકરી લાવવી લડે છે. ત્યારે બેટી બચાવ અભિયાન અંતર્ગત સમાજમાં દીકરીનો જન્મ આપનાર પરિવારને 21 હજારનું બોન્ડ આપવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાટીદાર સમાજની સભા આયોજીત
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પાટીદાર સમાજના ચુવાળ પ્રગતિ મંડળ અમદાવાદનો 16 મો સ્નેહમિલન સમારંભ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાના સહયોગથી કેવડિયા ખાતે યોજાયો હતો. આ સમારંભ 200 પરિવારના 800 જેટલા લોકો કેવડિયા ખાતે સહપરિવાર બે દિવસ ખાતે આ કાર્યક્રમમાં આવ્યો હતો.
બીજી દિકરી જન્મે તો બોન્ડ આપવામાં આવશે
એક દીકરી હોઈ અને બીજી દીકરી જન્મે તેઓને બોન્ડ આપી દીકરીનો બોજ ઓછો કરવામાં સમાજ મદદ રૂપ થઈ રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, દીકરીઓની અછત છે. દીકરાઓ દીકરી મળતી નથી અન્ય સમાજમાં દીકરી લાવવી લડે છે. ત્યારે બેટી બચાવ અભિયાન અંતર્ગત સમાજમાં દીકરીનો જન્મ આપનાર પરિવારને 21 હજારનું બોન્ડ આપવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે 50 વર્ષની ઉપરની વયનાને પણ જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT