છોકરી મુદ્દે થયેલી માથાકુટમાં પૂર્વધારાસભ્યને ઢોર માર મરાયો અને પછી શરૂ થયો લોહિયાળ ખેલ

ADVERTISEMENT

gujarattak
gujarattak
social share
google news

ગાંધીનગર : જિલ્નાલા કોલવડામાં દિલીપસિંહ વાઘેલા નામના વ્યક્તિની પહેલા ગોળી મારી અને ત્યાર બાદ ઉપરાછાપરી છરીના ઘા મારીને હત્યા કરી નાખવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. આ હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયો છે. ઘનશ્યામ ઉર્ફે જમાદાર (સસ્પેન્ડેડ) દ્વારા દિલીપસિંહ વાઘેલાની સોપારી આપીને હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. એક દારૂની મહેફીલ દરમિયાન યુવતી મુદ્દે બોલાચાલી થઇ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઇ કે પાર્ટીમાં બેઠેલા પૂર્વ ધારાસભ્ય અને દારૂના કટીંગ માટે કુખ્યાત ઘન્યામસિંહને માર પડ્યો હતો. દિલીપસિંહે પૂર્વ ધારાસભ્ય અને ઘનશ્યામસિંહને માર્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દબદબો ધરાવતા ઘનશ્યામસિંહની આબરૂ ધુળધાણી થઇ ગઇ હતી.

યુવતી મુદ્દે પાર્ટીમાં મારામારી થઇ અને સમગ્રકાંડ શરૂ થયો
જો કે મારામારી એટલી ભયાનક હતી કે, ઘનશ્યામસિંહને મહિનાઓ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. હાડકામાં પ્લેટો નાખવી પડી હતી. જેથી ઘનશ્યામસિંહે દિલીપસિંહને મારવા માટે ભાડુઆતી ગુંડાઓ રાખ્યા હતા. જો કે દિલીપસિંહ પહેલાથી જ સમજી ચુક્યો હતો કે હવે તેને મારવા માટે લોકો ફરી રહ્યા છે. તેથી તે ગામમાંથી બહાર જ જતા નહોતા અને જાય તો કેટલાક લોકોને સાથે રાખતા હતા. જેના કારણે ઘનશ્યામસિંહે મૃતકના પિતરાઇનો સંપર્ક કરીને તેને 20 લાખ રૂપિયાની લાલચ આપીને તેનું લોકેશન આપવા માટે જણાવ્યું હતું.

પિતરાઇભાઇને ફોડીને દિલીપસિંહની કુંડળી કઢાવી
જેથી પિતરાઇએ લોકેશન આપ્યું અને ભાડુઆતી હત્યારા પ્રભાતજી, વિપુલ ઠાકોર અને પ્રકાશ બારોટ તુટી પડ્યાં હતા. પહેલા દિલીપસિંહને ગોળીઓ ધરબી દીધી હતી અને ત્યાર બાદ છરીથી હૂમલો કરીને તેનું મોત નિપજાવ્યું હતું. જો કે યુવતી મુદ્દે થયેલી બબાલમાં બે સગા એકબીજાના લોહીના દુશ્મન બન્યા. એક પૂર્વ ધારાસભ્યને ઢોર માર પડ્યો અને એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો હતો. હાલ મુખ્ય આરોપી ઘનશ્યામસિંહ નેપાળ તરફ ભાગી છુટ્યો હોવાનું અનુમાન છે. જ્યારે અન્ય હત્યારાઓ પોલીસ પકડમાં આવી ચુક્યાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT