376 કરોડના ડ્રગ્સ કેસમાં થયો મોટો ખુલાસો, આરોપી બાગાખાને જેલમાં બેસીને મંગાવ્યું કન્સાઈનમેન્ટ
કૌશિક કાંઠેચા, કચ્છ: ડ્રગ્સ માટે હવે ગુજરાતનો દરિયા કિનારો હોટસ્પોટ બન્યો છે ત્યારે હવે ગુજરાતના દરિયા કાંઠેથી સતત ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ અનેક વખત જપ્ત થયો…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છ: ડ્રગ્સ માટે હવે ગુજરાતનો દરિયા કિનારો હોટસ્પોટ બન્યો છે ત્યારે હવે ગુજરાતના દરિયા કાંઠેથી સતત ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ અનેક વખત જપ્ત થયો છે. આવા સંજોગોમાં કપડાંની આડમાં મુંદ્રા પાસેથી 376.50 કરોડનું હેરોઇન કન્સાઈનમેન્ટ જપ્ત થયું હતું અને તેમનો એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આજે બીજા આરોપીને પંજાબમાંથી બાગા ખાનનું ટ્રાન્ઝિટ વોરંટ મેળવ્યા બાદ તેને ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો
કપડાની આડમાં કચ્છના મુંદ્રા ખાતેથી 376.50 કરોડના હેરોઈનના કન્સાઈનમેન્ટને જપ્ત કરવાના કેસમાં હવે કાપડની આયાત કરતા સંગરુર-પંજાબના આરોપી દીપક અશોક કિંગરની ધરપકડ બાદ આજે બીજા આરોપી બુટા ખાન ઉર્ફે બાગા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બુટા ખાન ઉર્ફે બાગા ખાનને આજે ભુજની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ અંગે એટીએસ ગુજરાત તરફથી સ્પે. સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પંજાબ સંગરુરના દીપક અશોક કિંગરે કપડાની આડમાં પંજાબના સંગરુરની ડિલાઈટ ઈમ્પેક્ટ ફર્મના નામે દુબઈના જબેલ અલી પોર્ટ પરથી ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડિંગ દ્વારા આ કપડાંના કન્સાઈનમેન્ટની આયાત કરી હતી. પરંતુ ગુજરાત એટીએસને પંજાબ પોલીસ પાસેથી મળેલા ઈનપુટની ચકાસણી કરતા મુન્દ્રા કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન પરથી આ કન્સાઈનમેન્ટમાં 540 કાપડના રોલમાંથી 64 રોલમાં 75.300 કિલો હેરોઈન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 376.50 કરોડ છે. આમ કપડાંની આડમાં હેરોઈનની હેરાફેરી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગુજરાત ATS દ્વારા પંજાબમાંથી બાગા ખાનનું ટ્રાન્ઝિટ વોરંટ મેળવ્યા બાદ તેને ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ આરોપી સામે 5 NDPS કેસ, હત્યા, લૂંટ જેવા કેસ સહિત 45 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી બગા ખાનને આજે ભુજના એનડીપીએસ સ્પે. કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ હજાર કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીના 9 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, એટીએસ ગુજરાત હવે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપી બાગા ખાન જ્યારે ફરિદકોટ જેલમાં હતો ત્યારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો અને તેણે વોટ્સએપ કોલ અને ચેટ દ્વારા ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટ બાબતે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT