દેવગઢ બારિયામાં રીંછ વીફર્યુ, 15 વર્ષની બાળકી સહિત 4 લોકો પર કર્યો હુમલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર,  પંચમહાલ: જિલ્લાના દેવગઢ બારિયામાં રીંછ દ્વારા અનેક વખત લોકો પર હુમલા કરવામાં આવે છે ત્યારે હુમલાની વધુ એક ઘટના સામે આવી છે.  દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામમાં રીંછે 4 માનવ અને એક બળદ પર હુમલો કર્યો છે. બારીઆ વન વિભાગ ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર એરિયા કોર્ડન કરેલ છે અને રેસ્ક્યૂની કામગિરિ હાથ ધરી છે.

સવારે 8 વાગ્યા ની આસપાસ વન્ય પ્રાણી રીછ દ્વારા લવારિયા ગામના 4 ઈસમો અને 1 બળદ  પર હુમલો કર્યો છે, જેઓને સારવાર અર્થે બારીયા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા . ઘટનાની જાણ થતાં દેવગઢ બારીઆ વન વિભાગની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર એરિયા કોર્ડન કરેલ છે રેસ્કયુ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રીંછના હુમલા અટકાવવા કાર્યવાહી શરૂ 
હુમલો કરનાર રીંછ હાલ પંચમહાલ અને દાહોદ જિલ્લાની હદના કોતર ભાગે છે. તમામ ઈજાગ્રસ્તોને  વળતર આપવાની કાર્યવાહી ચાલુ  કરવામાં આવી છે. આ ઉપરાંત  હાલ સમગ્ર વિસ્તારમાં જન જાગૃતિની કાર્યવાહી  આર એમ પરમાર નાયબ વન સંરક્ષક  બારીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ છે.  સમગ્ર વિસ્તાર માં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે જેથી વધુ હુમલા નિવારી શકાય.

ADVERTISEMENT

રિછે ઘાયલ કરેલા ઘાયલોના નામ

  • સંગીતાબેન કનુભાઈ બારીયા:  ઉમર 15 વર્ષ
  • મગલીબેન વજાભાઈ બારીયા ઉમર 63 વર્ષ
  • રેવાબેન ભીખાભાઈ બારીયા ઉંમર 40 વર્ષ
  • અરવિંદભાઈ વજેસિંહ બારીયા ઉમર 40 વર્ષ

    follow whatsapp

    ADVERTISEMENT