વિસાવદર બેઠકમાં 117 વર્ષના દાદીએ 99 મી વખત કર્યું મતદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.  પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 788 ઉમેદવારોનું ભવિષ્ય  EVMમાં કેદ થયું છે. ત્યારે આજે વિસાવદર બેઠક  માટે 117 વર્ષના દાદીએ મતદાન કરી અને યુવાનોને પણ શરમાવી દીધા હતા.

જૂનાગઢ ના વિસાવદર 87 બેઠક માટે ભેંસાણ તાલુકાના પસવાડા ગામના 117 વર્ષના દાદી એ મતદાન કર્યું હતું.  99 મી વખત મતદાન કરી ચૂકી જેમી બેન જેઠાભાઈ ગુજરાતી યુવાનો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મીબેનનો આ ઉત્સાહ ખૂબ સરહનીય 
આ અંગે માહિતી આપતા પસવડા ગામના સરપંચ જયસિંહ ભાઈએ કહ્યું કે જેમીબેન વર્ષોથી મતદાન કરવા આવે છે. જેમી બેન મતદાન કરવા આવે એ માટે અમે ખાસ વ્યવસ્થા કરી તેમને બાઇક પર બેસાડી મતદાન મથક સુધી લઈ આવ્યા હતા. પોલીસ તંત્રએ પણ ખૂબ સહકાર આપ્યો છે.  જેમીબેનને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા હતા.જેમીબેનનો આ ઉત્સાહ ખૂબ સરહનીય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT