ગુજરાતના 91 તાલુકામાં અઢી ઈંચ સુધી વરસાદ, અમદાવાદમાં મેટ્રો સ્ટેશનમાં નુકસાન, સાબરમતી નદી બની ગાંડીતૂર
અમદાવાદ: રવિવારે સાંજે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો હતો. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના…
ADVERTISEMENT
અમદાવાદ: રવિવારે સાંજે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો હતો. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં સામાન્યથી અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ બેચરાજીમાં 2.65 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દાંતા અને અમદાવાદ શહેરમાં સરેરાશ 2.14 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો વડગામ અને ચાણસ્મામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જોટાણા, બાવળા, કલોલ, વડાલી, શિહોર, નડિયાદ, કડી, પેટલાદ સહિતના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં રાણીપ મેટ્રો સ્ટેશનમાં ભારે પવનથી નુકસાન
અમદાવાદમાં રવિવારે સાંજથી શરૂ થયેલો વરસાદ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે IPLની ફાઈનલ મેચને રિઝર્વ ડે પર આજે રમાડવાનો નિર્ણય કરાયો છે. ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદથી શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો પડવાના બનાવ બન્યા હતા. તો રાણીપના મેટ્રો સ્ટેશન પર ભારે પવનથી ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર તૂટી પડ્યું હતું અને ટર્મિનલમાં પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
સાબરમતી નદી બની ગાંડીતૂર
વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન વચ્ચે વરસેલા વરસાદમાં શહેરમાં સાબરમતી નદી ગાંડીતૂર બની હતી. નદીએ જાણે દરિયામાં મોટા મોજા આવે તેમ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વરસાદના કારણે નદીના પાણીનું લેવલ વધી જતા વાસણા બેરેજના 2 દરવાજા પણ ખોલવા પડ્યા હતા.
ADVERTISEMENT