ભાજપના 2 નેતાઓ જુગટુ રમતા ઝડપાઇ ગયા, નેતાઓમાં દોડાદોડી છતા પોલીસે ગુનો દાખલ કર્યો
અમરેલી : ગુજરાતમાં વધારે એકવાર એક ભાજપના નેતાઓ જુગટુ રમતા ઝડપાયા છે. અમરેલીના સાવરકુંડલાના ગાધકડા ગામે ચાલી રહેલા જુગારધામ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા…
ADVERTISEMENT
અમરેલી : ગુજરાતમાં વધારે એકવાર એક ભાજપના નેતાઓ જુગટુ રમતા ઝડપાયા છે. અમરેલીના સાવરકુંડલાના ગાધકડા ગામે ચાલી રહેલા જુગારધામ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં સાવરકુંડલા શહેરના ભાજપના પુર્વ પ્રમુખ યુવા પ્રમુખ સહિત ભાજપના નેતાઓ પણ જુગટુ રમતા ઝડપાઇ ગયા હતા. જેના પગલે હાલ તેમની વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જુગારધામ ખાતે શહેર ભાજપના પુર્વ પ્રમુખ હેમાંગ ગઢીયા સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા સાવરકુંડલાના ગાધકડા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા હેમાંગ ગઢીયા જુગટુ રમતા ઝડપાયા હતા. સાવરકુંડલા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદ મેવાડા પણ જુગટુ રમતા ઝડાપાઇ ગયા હતા. અરવિંદ મેવાડા હાલ જિલ્લા ભાજપમાં પણ મહત્વનો હોદ્દો ધરાવે છે.
શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને વકીલ સહિત 11 નાગરિકો સામે રૂલર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમરેલી LCB એ 3 જુગારીઓને ઝડપી લીધા છે. જો કે 8 જુગારીઓ ફરાર થઇ ગયા છે. ભાજપના પૂર્વ પ્રમુખ, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને વકીલ જુગાર ધામમાંથી જો કે ફરાર થઇ ગયા છે. પોણો લાખની રોકડ સાથે અમરેલી LCB એ વકીલો અને ભાજપના પૂર્વ પ્રમુખ સામે ગુનો દાખલ કર્યો છે. ભાજપના નેતાઓ સામે ન થાય તે માટે રાજકીય નેતાઓ દ્વારા લોબિઇંગ શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સામે પોલીસે શેહશરમ રાખ્યા વિના ગુનો દાખલ કરતા હાલ તો પોલીસ અંગે લોકોમાં ખુબ જ વાહવાહી થઇ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT