કચ્છના માંડવીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા, NDRFની ટીમે 6 લોકોને રેસ્ક્યુ કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: અરબી સમુદ્રમાંથી સર્જાયેલા ચક્રવાત બિપરજોયે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. ચક્રવાત ગુરુવારે સાંજે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટક્યું હતું. આ પછી રાજ્યમાં 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. કચ્છ સહિત અને જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા, ઈલેક્ટ્રીક થાંભલા તૂટવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. તેમાં પણ માંડવીમાં ખરાબ સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

NDRF માંડવીમાં બચાવ કાર્યમાં વ્યસ્ત છે
માંડવીમાં વાવાઝોડામાં સેંકડો વૃક્ષો પડી ગયા હતા. જેના કારણે હાઈવે જામ થઈ ગયો હતો. એટલું જ નહીં, ભારે વરસાદને કારણે માંડવીના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માંડવીના બગીચાબાગ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. જેના દ્રશ્યો આજતક ન્યૂઝ ચેનલ પર બતાવવામાં આવ્યા હતા. આ બાદ NDRFની ટીમ ત્યાં પહોંચી હતી અને 5-6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો દ્વારકાના રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 2 લોકોને બહાર કાઢ્યા હતા. NDRF ની ટીમે જીવના જોખમે 2 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

ADVERTISEMENT

મોટાભાગના રસ્તાઓ વૃક્ષો ધરાશાયી થતા બંધ
વાવાઝોડાના પગલે રાજ્યમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. એવામાં વાહન વ્યવહાર ઠપ થઈ જતા તેને ફરીથી રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સવારથી જુદા જુદા જિલ્લાઓમાં NDRFની ટીમો રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગી છે. ઓખાના ચોપાટી રોડ પર NDRFની 5 નંબરની ટીમ વૃક્ષો હટાવીને રોડ ખુલ્લી કરાવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT