જનેતાએ જીવ લીધો: સુરતમાં માતાએ 5 વર્ષની બાળકી પછાડતા પેટ-પાંસળીમાં ઈજા થઈ, કલાકમાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: શહેરના વેડરોડ વિસ્તારમાં એક પાંચ વર્ષની દિવ્યાંગ બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકીની માતા જ તેની હત્યારી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જન્મથી દિવ્યાંગ બાળકી ચાલી ન શકતા માતા વારંવાર ક્રોધમાં આવીને માસુમને મારતી. બાળકી રડતા ગુસ્સામાં આવીને માતાએ પેને ઊંચકીને ફેંકી દીધી હતી. જેથી તેની પાંસળી અને પેટના ભાગમાં ઈજા પહોંચી હતી. થોડા સમય પછી બાળકીને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ બાળકીના ગુપ્તાંગ પર પણ ઈજાના નિશાન મળતા દુષ્કર્મની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી.

બાળકી દિવ્યાંગ હોવાથી માતા રહેતા ગુસ્સામાં
વિગતો મુજબ, સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી બિલકિસ બાનુ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં 5 વર્ષની બાળકી છે. બાળકી જન્મથી દિવ્યાંગ હતી, એવામાં તે ચાલી શકતી નહોતી. આથી માતા સતત ગુસ્સામાં રહેતી હતી. એક દિવસ બિલકિસ માર્કેટમાં ગઈ હોવાથી દીકરીને પાડોશમાં મૂકી હતી. માર્કેટથી ઘરે આવી તે દીકરીને સાથે લઈ ગઈ. જોકે બાળકી સતત રડ્યા કરતા ગુસ્સામાં તેણે બાળકીને ઊંચકીને ફેંકી દીધી હતી.

બાળકીના પેટ-પાંસળીમાં પહોંચી હતી ઈજા
જેમાં બાળકીને પેટ અને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના 1 કલાક બાદ અચાનક બાળકીને ખેંચ આવવા લાગતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પરિવારજનોએ ખેંચના કારણે બાળકીનું મોત થયાનું જણાવ્યું, જોકે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા બાળકીના શરીરમાં ઈજા હોવાનું સામે આવ્યું. એવામાં પોલીસ પરિવારજનોની પૂછપરછ કરતા બિલકિસે પોતાનો ગુનો કબુલ કર્યો હતો. હાલમાં બિલકિસની ધરપકડ કરીને પોલીસે તેને જેલમાં મોકલી દીધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT