દ્વારકામાં એક જ પરિવારના 5 લોકો ડુબ્યા, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
દ્વારકા : યાત્રાધામમાં આજનો દિવસ ખુબ જ ખરાબ રહ્યો હતો. જ્યા એક જ પરિવારના 5 લોકોનું દરિયામાં ડુબી જવાની ઘટના સામે આવી હતી. મુંબઇથી દ્વારકા…
ADVERTISEMENT
દ્વારકા : યાત્રાધામમાં આજનો દિવસ ખુબ જ ખરાબ રહ્યો હતો. જ્યા એક જ પરિવારના 5 લોકોનું દરિયામાં ડુબી જવાની ઘટના સામે આવી હતી. મુંબઇથી દ્વારકા દર્શન આવેલા એક જ પરિવારના 5 લોકો દરિયામાં નહાવા માટે પડ્યા હતા. જેમાં એક વ્યક્તિ ડુબવા લાગતા તેને બચાવવા જતા બચાવમાં અન્ય ચાર લોકો પણ ડુબ્યાં હતા. જો કે સરકાર દ્વારા ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ 5 લોકોનું રેસક્યું કરાયું. જેમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આજે પુનમ હોવાનાં કારણે દરિયામાં ભરતી હોય છે. તેવામાં મુંબઇથી આવેલો એક પરિવાર નહાવા માટે પડ્યો હતો. જ્યાં આખો પરિવાર તણાયો હતો. મુંબઇથી દ્વારકા દર્શને આવેલા એક જ પરિવારનાં 4 લોકો દરિયામાં નહાવા માટે પડ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસ જવાનોની સતર્કતાને કારણે અન્ય લોકોનો પણ બચાવ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ભારે બફારા બાદ લગભગ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ ઉપરાંત તોફાની પવનોના કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. દરિયો ગાંડોતુર બન્યો છે. પોલીસ તંત્ર દ્વારા પણ લોકો ન્હાવા માટે લોકોને અટકાવાય છે. જો કે કેટલીવાર શરતચુકથી આ ઘટના બનતી હોય છે.
ADVERTISEMENT
(વિથ ઇનપુટ રજનીકાંત જોશી)
ADVERTISEMENT