ડમીકાંડમાં વધુ 5 આરોપીઓ ઝડપાયા, તોડકાંડ મામલે શિક્ષક ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડ કરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડમાં યુવરાજસિંહ પર તોડકાંડના આક્ષેપો લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી યુવરાજસિંહ જાડેજા પોલીસની કસ્ટડીમાં છે, બીજી તરફ યુવરાજસિંહના સાથીદાર બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા પણ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે હવે તોડકાંડ મામલે ભાવનગ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને શિક્ષક ઘનશ્યામ લાધવાને સસ્પેન્ડક ર્યો છે. તો ડમીકાંડમાં પણ વધુ પાંચ આરોપીઓની અટકાયત કરી છે.

ડમીકાંડમાં પૈસાની લેતી દેતી બાબતે ઘનશ્યામ લાંધવા પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘનશ્યામ લાધવા તળાજા તાલુકાનાં બાપડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. જોકે સમગ્ર મામલે તેનું નામ સામે આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેને સસ્પેન્ડ કરી દીધો છે.

બીજી તરફ ડમીકાંડમાં તપાસ કરી રહેલી SITની ટીમે આજે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ પાંચમાંથી 3 આરોપીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે આરોપીઓ ખેતીકામ કરે છે. અત્યાર સુધી ડમીકાંડમાં પોલીસે 52 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી અગાઉ 27 આરોપીઓ પકડાઈ ગયા હતા. જેમાં હવે વધુ પાંચ નવા આરોપીઓ પકડાયા છે.

ADVERTISEMENT

ડમીકાંડમાં પકડાયેલા નવા આરોપીઓના નામ

(૧) ગોપાલભાઇ સ/ઓફ વેણીશંકરભાઇ મુળશંકરભાઇ લાધવા, નોકરી MPHW ઝીંઝુડા પી.એસ.સી. તા.સાવર કુંડલા જિ.અમરેલી

ADVERTISEMENT

(૨) ઇકબાલભાઇ સ/ઓફ અલીભાઇ આદમભાઇ લોંડીયા નોકરી MPHW મોટીઆંબરોલ તા.પાલી જેતપુર જિ.છોટાઉદેપુર

ADVERTISEMENT

(૩) હનીફભાઇ સ/ઓફ અલીભાઇ આદમભાઇ લોંડીયા નોકરી MPHW પીપદી પી.એસ.સી.સેન્ટર તા.કંવાટ જિ.છોટાઉદેપુર

(૪) સોલંકી પ્રવિણભાઇ અરજણભાઇ જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો.ખેતી રહે.વાડી વિસ્તાર કાળેલા ગામ કુંભણ તા.મહુવા

(૫) ગોહિલ ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ ધંધો ખેતી રહે.ભંડારીયા તા.જી.ભાવનગર

    follow whatsapp

    ADVERTISEMENT