આરોગ્ય ક્ષેત્રે ગુજરાત ભરશે હરણફાળ, રાજ્યમાં 5 મેડિકલ કોલેજને મંજૂરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશભરમાં સરકાર મેડિકલ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ છે. ત્યારે હવે આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવ ઇચ્છતા વિધ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું કે, નવી મેડિકલ કોલેજ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં  58 અને બીજા તબક્કામાં  કેટેગરીમાં 24 નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આ યોજનાહેઠળ દેશભરમાં કુલ 157 નવી મેડિકલ કોલેજ બનશે. જેમાં ગુજરાતને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પણ 5 મેડિકલ કોલેજ ગુજરાતમાં બનશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયાએ ગુજરાતને એક સાથે 5 મેડિકલ કોલેજની ભેટ આપી છે. ગુજરાતને એઇમ્સની ભેટ આપ્યા બાદ હવે વધુ 5 મેડિકલ કોલેજ કોલેજ મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.

અહી બનશે મેડેકલ કોલેજ
ગુજરાતમાં નવસારી, નર્મદા, પંચમહાલ, પોરબંદર અને મોરબી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આ સાથે ગુજરાતમાં હાલ મેડીકલની 5500 બેઠકો છે જે 5700 થઈ જશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ ટૂંકાવ્યું જીવન, વારાણસીની હોટલમાં લગાવી ફાંસી

મેડિકલ કોલેજ માટે 60 ટકા કેન્દ્ર સરકાર આપશે
મેડીકલ કાઉન્સીલના જણાવ્યા મુજબ રાજયની આ બે મેડીકલ કોલેજ માટે રૂ.660 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. દરેક મેડીકલ કોલેજને રૂ 330 કરોડ મળશે. જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા રકમ આપશે અને 40 ટકા રકમ રાજય સરકાર આપશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT