ભાજપે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યાઃ જાણો કઈ બેઠકો પર કોણ છે ઉમેદવારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી 166 ઉમેદવારોના નામ જાહેર થઈ ચુક્યા છે જ્યારે આજે ભાજપે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકારણમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જોકે ઉમેદવારોના બાકી નામોની યાદીની રાહ ભાજપ સહિત સ્થાનીકો પણ જોઈ રહ્યા છે. તો આવો જાણીએ કઈ બેઠક પરથી કોણ લડવાનું છે.

અલ્પેશ ઠાકોરની બેઠક બદલાઈ
ભાજપે આ વખતે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં જ્યાં અગાઉ અલ્પેશ ઠાકોરને રાધનપુર પર લડાવાયા હતા ત્યાં હવે લવિંગજી ઠાકોરને રાધનપુર બેઠક પર ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપે અહીં ફરી ઓબીસી મતદારોને જોતા લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. જોકે ભાજપે અલ્પેશ ઠાકોરને નોંધારા મુક્યા નથી પરંતુ તેમને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉમેદવારી કરવાની તક મળી છે. જોકે આ બેઠક પર જ્યારથી અલ્પેશે દાવેદારી કરી છે ત્યારથી જ ભાજપમાં જ કકળાટ ઊભો થયો છે. આ તરફ પાટણમાં ડો રાજુલબેન દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હિમ્મતનગર બેઠક પરથી પ્રાંતિજના ધારાસભ્યને વી ડી ઝાલાને ઉમેદવારી કરાવવામાં આવી છે, ગાંધીનગરમાં ભાજપના પ્રથમ મહિલા મેયર તરીકેનો પદભાર સંભાળી ચુકેલા રિટાબેન પટેલને ગાંધીનગર ઉત્તર બેઠકના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


કેયૂર રોકડિયાને સયાજીગંજ બેઠક પર ઉમેદવારી મળી
આ તરફ કલોલ બેઠક પર બકાજી ઠાકોર, વટવા બેઠક પર બાબુસિંગ જાધવ, પેટલાદ બેઠક પર કમલેશ પટેલ, કેબિનેટ મંત્રી અને સિટિંગ  ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને મહેમદાબાદ બેઠક પર અને ઝાલોદ અનામત બેઠક પર મહેશ ભૂરિયાને આ વખતે ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી છે. આ બાજુ જેતપુરની અનામત બેઠક પરથી જયંતીભાઈ રાઠવાને અને વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કેયૂર રોકડિયાને ઉમેદવારી કરવાની તક આપવામાં આવી છે.

ADVERTISEMENT

કઈ કઈ બેઠકો છે હજુ પણ બાકી
ભાજપે અત્યાર સુધી 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે ગુજરાતની કુલ વિધાનસભા બેઠકો 182 છે. હવે હજુ પણ માણસા, વડોદરાની રાવપુરા તથા માંજલપુર અને ખેરાલુ બેઠક પર ઉમેદવારોના નામને લઈને સસ્પેન્સ ઊભું થયું છે. આ ચાર બેઠકો છેલ્લી ઘડી સુધી કેમ બાકી રહી ગઈ છે તેને લઈને વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને ત્યારથી જ્યારથી જુના જોગીઓની ટિકિટ કાપ્યા પછી કેટલીક બેઠકો પર નારાજગી અને ડેમેજ કંટ્રોલ ફેલ થવા પછી હવે આ બેઠકો પર શું કરશે ભાજપ તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT