હજુ 4 દિવસ વરસાદ ગુજરાતને ઘમરોળશે, હવામાન વિભાગે કરી આ આગાહી

ADVERTISEMENT

rain
rain
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વરસાદની હજુ તોફાની બેટિંગના એંધાણ છે. હવામાન વિભાગે આગમી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ આજે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રવિવારે રાજ્યના 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

એક તરફ રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે બીજી તરફ ફરી હવામાન વિભાગે આગમી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. રવિવારે રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ, જેતપુરમાં 2.5 ઈંચ, ધંધૂકામાં 2.5 ઈંચ,ચૂડામાં સવા 2 ઈંચ, વિંછિયામાં સવા 2 ઈંચ, હળવદમાં 2 ઈંચ, સાંતલપુરમાં 2 ઈંચ, કરજણમાં પોણા 2 ઈંચ, કોટડા સાંગાણીમાં 1.5 ઈંચ, પાલનપુરમાં 1.5 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, સિનોરમાં 1.5 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ,બાબરામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

આગમી 4 દિવસ વરસાદની આગાહી

ADVERTISEMENT

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, ભરૂચ, નવસારી, તાપી,જુનાગઢ, વલસાડ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં છુટોછવાયો વરસાદવરસસે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલે તારીખ 13ના રોજ વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટોછવાયો વરસાદ વરસસે તેવી આગાહી કરવામાં આવી છે.

14 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો તથા ભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 15 સપ્ટેમ્બરના તાપી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સુરત અને નવસારીમાં છુટોછવાયો તથા ભારે વરસાદ વરસસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT