Kutch માં ન્હાવા પડેલા 4 બાળકો ગુમ, 2 ના મૃતદેહ મળ્યા અન્યની શોધખોળ શરૂ
Bhuj News : મુન્દ્રાના ભુજપર પાસે આવેલી કેનાલમાં ડૂબવાથી બેના મોત થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આજે સવારે કેનાલમા ચાર બાળકો નાહ્વા પડ્યા હતા.…
ADVERTISEMENT
Bhuj News : મુન્દ્રાના ભુજપર પાસે આવેલી કેનાલમાં ડૂબવાથી બેના મોત થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આજે સવારે કેનાલમા ચાર બાળકો નાહ્વા પડ્યા હતા. જો પૈકી બેના ડુબી જવાને કારણે મોત નિપજ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર વિભાગે સ્થાનિક તરવૈયાની મદદથી રાહત અને બચાવ કામગીરી આરંભી હતી.
ઘટનામાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા
ઘટનામાં બંન્ને બાળકોનાં મોત નિપજ્યાં છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બનાવ આજે સવારના 9 વાગ્યા આસપાસ બન્યો હતો. સ્થાનીક લોકોની મદદથી તબક્કાવાર બંન્ને બાળકોના મૃત્દેહ બહાર કાઢી લેવાયા છે. સ્થાનીક લોકોએ કલાકોની જહેમત બાદ આ મૃત્દેહ મળ્યા હતા. બે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અન્ય બે બાળકોના મૃતદેહની શોધખોળ શરૂ
મૃતકમા આનંદ યાદવ ઉં- 11 જે બિહારનો રહેવાસી છે. હિતેષ કૃષીલાલ પાલ ઉં-13 જે યુ.પી નો રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે. ધટનાના પગલે પરિવારના આંક્રદ છવાયો છે બનાવની જાણ થતા મોટી સંખ્યામા સ્થાનીક લોકો અને સ્થાનિક પોલીસ તંત્ર ધટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. મૃતકના પરિજનો આસપાસ આવેલી કંપનીમા કામ કરતા હોવાની પ્રાથમીક વિગત સામે આવી છે. અન્ય બે માસૂમ બાળકો ની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી સાથે ધટનાની વધુ તપાસ હાથ ધરી છે. પુર્વ કચ્છમા નર્મદા કેનાલમા ડુબી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે પચ્છિમ કચ્છ સુધી પહોચેલી નર્મદા કેનાલમા ડુબવાની ધટનાઓ વધતા ચિંતા ફેલાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT