કચ્છ-પાક. બોર્ડર પર 4.3 તીવ્રતાનો ભૂકંપ, અમરેલીમાં 24 કલાકમાં 6 આંચકા
નવી દિલ્હી : એક તરફ સિરિયા અને તુર્કીમાં ભૂકંપના આંચકાને કારણે અકલ્પનીય તબાહી મચી છે. સમગ્ર વિશ્વ આ ઘટનાથી સન્ન છે. બીજી તરફ ગુજરાતમાં પણ…
ADVERTISEMENT
નવી દિલ્હી : એક તરફ સિરિયા અને તુર્કીમાં ભૂકંપના આંચકાને કારણે અકલ્પનીય તબાહી મચી છે. સમગ્ર વિશ્વ આ ઘટનાથી સન્ન છે. બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના નાના મોટા આંચકાઓ આવતા રહે છે. ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકાઓના અહેવાલો અવાર-નવાર આવતા હોવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટથી 270 કિમી દૂર કચ્છ-પાકિસ્તાન સરહદે નોર્થવેસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેનું કેન્દ્રબિંદુ10 કિલોમીટર જમીનથી અંદર હતું.
લોકો ભૂકંપનો આંચકો આવવાને કારણે બહાર દોડી આવ્યા
બપોરે 3.21 મિનિટે ભૂકંપનો આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મહત્વના મોટા શહેરો પૈકીના એક રાજકોટથી માત્ર 270 કિલોમીટર દૂર અને કચ્છ સરહદ પર જ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાતા તંત્રમાં પણ સળવળાટ જોવા મળ્યો છે. જોકે આ ભૂકંપના આંચકાથી કોઈપણ જાનમાલને નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી.
અમરેલીમાં ભૂકંપના આંચકા છાશવારે અનુભવાતા રહે છે
મહત્વનું છે કે, અમરેલીમાં 24 કલાકમાં ભૂકંપના 6 આંચકા નોંધાઇ ચુક્યા છે. એક રેકોર્ડ મુજબ 2021થી અમરેલીમાં ભૂકંપના આંચકામાં સતત વધારો નોંધાયો છે. જો કે બીજી તરફ રાહતની વાત છે કે, આ આંચકા મોટે ભાગે ખુબ જ ઓછી તીવ્રતાના હોય છે. માત્ર 5 જેટલાં આંચકાની તીવ્રતા 3થી વધારે નોંધાઈ છે. 3થી ઓછી તિવ્રતાના ભૂકંપ પ્રમાણમાં ખુબ જ ઓછા નુકસાનકારક હોય છે.
ADVERTISEMENT
2થી ઓછી તિવ્રતાનો ભૂકંપ પ્રમાણમાં બિનહાનિકારક
આ અંગે સિસ્મોલોજી વિભાગાન ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરાએ અમરેલીના ભૂકંપના કારણો વિશે જણાવ્યું કે, હિમાલયની પ્લેટ સાથે ઈન્ડિયન પ્લેટ અથડાતા અમરેલીમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. સૌરાષ્ટ્રમાં સિઝનલ એક્ટિવિટી હેઠળ આ આંચકા આવ્યા કરે છે. અમરેલીમાં આવેલા તમામ આંચકામાં 80 ટકા આંચકા એવા હતા, જેની તીવ્રતા 2 મેગ્નિટ્યૂટથી ઓછી નોંધાઇ હતી. 13 ટકા કેસમાં 2થી 2.2ની તીવ્રતા હતી. આમ, 86 ટકા આંચકા 2થી ઓછી તીવ્રતાના છે. જે પ્રમાણમાં નુકસાનકારક હોય છે.
નેપાળમાં ભૂકંપ આવતા દિલ્હી પણ ધણધણ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતમાં ઘણી જગ્યાઓ પર આંચકા અનુભવાયા હતા. ગયા બુધવારે એટલે કે 22 ફેબ્રુઆરીએ દિલ્હીથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 ની નોંધાઇ હતી. કેન્દ્ર નેપાળના જુમલાથી લગભગ 70 કિમી દૂર હતું. જોકે, દિલ્હી NCRમાં ભુકંપના આંચકા પ્રમાણમાં ખુબ જ હળવા હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT