શિક્ષણ વિભાગ 9 મહિને જાગ્યું! વેલેન્ટાઈન્સ-ડે પર દુષ્કર્મી આસારામની પૂજા થઈ, 33 શિક્ષકોને હવે નોટિસ મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Valsad News: દુષ્કર્મ અને જમીન ઉપર કબજો કરવાના મામલે જેલમાં સજા ભોગવી રહેલા આસારામનો ફોટો લગાવી કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડે ના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરી હતી. આટલું જ નહીં શિક્ષકોએ બાળકોની હાજરીમાં આસારામની પૂજા પણ કરાવી. હવે આ મામલે આધરે 9 મહિના બાદ શિક્ષણ વિભાગ ભર ઊંઘમાંથી જાગ્યું છે અને વિડીયો અને ફોટો વાયરલ થતા 10 મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

14 ફેબ્રુઆરીએ શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી

વિગતો મુજબ, દુષ્કર્મ અને જમીન પચાવી પાડવાના કેસમાં દોષિત આસારામ હાલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેમ છતાં વલસાડ જિલ્લામાં વસતા તેના ભક્તો અને અનુયાયો દ્વારા આસારામના માર્ગો પર ચાલી વારે તહેવારે કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે. આટલું જ નહીં આસારામના માનમાં કાર્યક્રમોની ઉજવણી હવે સરકારી શાળાઓમાં પહોંચી ગઈ છે. 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે ના દિવસે આસારામના અનુયાયીઓ દ્વારા દર વર્ષની જેમ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. ત્યારે ગત 14 ફેબ્રુઆરીના રોજ કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં માતૃ-પિતૃ વંદના દિવસની ઉજવણી કરાઈ હતી.

9 મહિના બાદ ઘટનાનો વીડિયો વાઈરલ થયો

કાર્યક્રમમાં ઉજવણીના ભાગરૂપે શિક્ષકોએ આસારામના ફોટો મૂક્યા તેમજ વિદ્યાર્થીઓના વાલી માતા-પિતાને શાળામાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેથી આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમમાં આસારામનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરવામાં આવી હતી. જે બાબતોનો ફોટો અને વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ADVERTISEMENT

33 શિક્ષકોને હવે નોટિસ અપાઈ

સમગ્ર મામલે હવે 9 મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચાયત વલસાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નૈતિક ગુનાહિત વ્યકિત આસારામનો ફોટો તથા તેના લખાણ સાથે બેનર લગાવી માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શિક્ષકોને માતૃ-પિતૃવંદના કાર્યક્રમ બાબતે કચેરીએથી સંબંધિત 33 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. જેને લઈ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

(કૌશિક જોશી, વલસાડ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT