Gujarat Tak રિયાલિટી ચેક: વડોદરા દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં, જાફરાબાદમાં લાયસન્સ વગર દોડી રહી છે 30 પેસેન્જર બોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Gujarat Tak Reality Check: વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાથી ફરી મોરબીની ઘટના તાજી થઈ છે. વડોદરામાં ગુરૂવારે હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિકમાં ગયા હતા. આ દરમિયાન હરણી તળાવમાં બોટિંગ કરતી વખતે ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. જેથી પાણીમાં ડૂબી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. તમામ યાત્રાધામ અને ફરવાલાયક સ્થળોએ સેફ્ટીના સાધનોની ખાતરી કરવા અધિકારીઓેને સૂચનાઓ આપી દીધી છે. વડોદરાના હરણી તળાવની ગંભીર દુર્ઘટના બાદ Gujarat Tak દ્વારા અમરેલીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

લાયસન્સ વગર દોડી રહી છે પેસેન્જર બોટ

Gujarat Takના રિયાલિટી ચેકમાં અમરેલીના જાફરાબાદના શિયાળ બેટ ટાપુ પર 30 જેટલી પેસેન્જર બોટ લાયસન્સ વગર દોડી રહી હોવાનું સામે આવ્યું છે. તો ફિશરીઝ વિભાગ દ્વારા પેસેન્જર બોટને માછીમારીના લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યા હોવાનું Gujarat Takના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. આમ જાફરાબાદના શિયાળ બેટ ટાપુ પર મુસાફરોને જીવના જોખમે લાયસન્સ વગરની બોટમાં દરિયાઈ મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
 

તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન

વગર લાયસન્સે બોટ દોડી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. પોલીસની હાજરીમાં લાઈફ જેકેટ પહેરીને ફેરી બોટ દોડી રહી છે. એવામાં હરણી તળાવ જેવી ગંભીર દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલો ઉભા થયા થયા છે. 30 પેસેન્જર બોટોને લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવતા ન હોવાનો માછીમારોનો આક્ષેપ કરી રહી છે.

વડોદરામાં શું બની હતી ઘટના?

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

જોત-જોતામાં ડૂબી બોટ

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.
(વિથ ઈનપુટઃ ફારુક કાદરી, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT