આ રસ્તા પરથી નીકળતા પહેલા રહો સાવધાન, ભારે વરસાદના કારણે રાજ્યમાં આટલા હાઈવે છે બંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદને લઈને રાજ્યમાં 218 રસ્તા બંધ થયા છે. આ સાથે જ રાજ્યમાં 9 સ્ટેટ હાઇવે પણ બંધ છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ તંત્ર એક્શનમોડ પર આવ્યું છે. આ દરમિયાન રાજ્યમા ભારે વરસાદના પગલે 218 રસ્તા બંધ થયા છે. જ્યારે 9 સ્ટેટ હાઈવે વરસાદના કારણે બંધ થયા છે. આ સાથે પંચાયત હસ્તકના 198 રોડ બંધ થયા છે. જ્યારે 11 અન્ય માર્ગો બંધ થયા છે. સૌથી વધુ રસ્તા નવસારીમાં 67 માર્ગો બંધ થયા છે. વલસાડમા 54 રસ્તા બંધ થયા. તાપી જીલ્લામાં 22 રસ્તા બંધ થયા. સુરત જીલ્લામાં 25 રસ્તા બંધ થયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં 14 માર્ગો બંધ થયા છે. જુનાગઢ જીલ્લામાં 13 રસ્તા બંધ થયા છે.

રાજ્યમાં ભારે વરસાદને લઈ વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે. અઅ દરમિયાન રાજ્યમાં વરસાદના કારણે એસટી બસના રુટને પણ અસર થઈ છે. રાજ્યમા કુલ 32 રુટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના 32 રુટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ થયા છે. જેમાં સૌથી વધુ જામનગરમા 27 રુટ પર 64 ટ્રીપ રદ કરવામાં આવી છે. જુનાગઢમા 31 ટ્રીપ રદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં 3 રુટ પર પાંચ ટ્રીપ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેંદ્રનગર 2 રુટ પર 4 ટ્રીપ રદ કરવામાં આવી છે.

ADVERTISEMENT

વીજ પુરવઠા પર અસર
ભારે વરસાદના કારણે 23 ગામોમા વિજ પુરવઠાને અસર થઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના 10 ગામોમા વિજળી ગુલ થઈ છે. અંજારના 9 અને ભુજ ના 1 ગામમા વીજળી ગુલ થઈ છે. જુનાગઢ ના 1 જ્યારે ઉના ના બે ગામોમા વિજળી ગુલ થઈ છે.

200 તાલુકામાં વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને પગલે ખેડૂત ખુશ ખુશાલ જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

NDRF અને SDRFની ટીમ તૈનાત
વરસાદી એલર્ટને પગલે NDRF અને SDRFની ટીમોને કચ્છ, જામનગર, જુનાગઢ અને નવસારીમાં સ્ટેન્જ બાય રખાઈ છે. તો SDRFની બે ટીમને જૂનાગઢ અને જામનગર માટે સ્ટેન્ડબાય મૂકાઇ છે. નાગરિકો વિપરીત સ્થિતિમાં અટવાય ત્યારે બચાવ કામગીરી માટે પ્રશાસનનું આગોતરું આયોજન કર્યું છે. ફૂડ પેકેટ તૈયાર રાખવા અને જરૂર પ્રમાણે સ્થળાંતરની પણ સૂચના આપી છે.

ADVERTISEMENT

રાજ્યમાં NDRF ટીમો તૈનાત
રાજકોટ 1 સ્ટેન્ડબાય
અમરેલી 1
વલસાડ 1
કચ્છ 1
નવસારી 1
જામનગર 1
જૂનાગઢ 1

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )

    follow whatsapp

    ADVERTISEMENT