હળવદ તાલુકામાં જીવતો વીજ વાયર તૂટી પડતાં 21 દૂધાળા પશુના મોત, માલધારીઓએ તંત્ર પર કાઢ્યો બળાપો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલીયા, મોરબી: હળવદ તાલુકાના સીમાડે આવેલ ચુપણી ગામની સીમમાં જીવતો વીજ વાયર માથે પડતા ગાયો-ભેંસોના મોત થયા છે. મૂળી તાલુકાના રામપરા ગામ નજીક ગાયો -ભેંસો ચરાવવા ગયેલા બે માલધારીઓની ગાય-ભેંસ ઉપર જીવતો વીજ વાયર અચાનક પડતા 21 જેટલી ગાય અને ભેંસના કમકમાટી ભર્યા મોત થયા છે. 21 જેટલી ગાયો ભેંસોના મોત થતા બન્ને માલધારી પરિવાર ઉપર અણધારી આફત આવી પડી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના છેવાડે આવેલા ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો-ભેંસોને ચરાવવા માટે સીમ વિસ્તારમાં નીકળ્યા હતા. આ દરમિયાન મુળી તાલુકાના રામપરા ગામ નજીક સીમમાં માલઢોરને ચરાવતા હતા ત્યારે અચાનક જ 11કીલો વોટ વીજભાર વહન કરતી વીજલાઇનનો જીવતો તાર તૂટીને ચરી રહેલી ગાય ભેંસ ઉપર પડતા એક સાથે 21 નિર્દોષ પશુઓનો ભોગ લેવાયો હતો.

પરિવાર પર આવી આફત
ચુપણી ગામના માલધારી પરિવારની રોજીરોટી ઉપર આચાનક કાળ રૂપી વીજ વાયર ખાબકતા વસરામભાઈ ભવાનભાઈ ભરવાડની 11 ભેંસ અને 5 ગાય મૃત્યુ પામી હતી. જયારે મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની 5 ભેંસ પર જીવતો વીજ વાયર પડતા ભડથું થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે બન્ને માલધારી પરિવાર ઉપર આફત ઉતરી આવી છે.

ADVERTISEMENT

 આ પણ વાંચો: સરકાર સામે ફરી એક આંદોલનની શરૂઆત, LRD 2022 ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નાખ્યા ધામા

માલધારીઓએ તંત્ર પર કાઢ્યો બળાપો
વીજ કંપનીની ઇલેવન કેવીની લાઇનનો ચાલુ વાયર તૂટીને પડ્યો હતો અને તેને અબોલ જીવ ગાય અને ભેંસ અડકી જતાં 21 દૂધાળા પશુના મોત થયા છે. આ દૂધાળા પશુ આધારે બંને માલધારીઓના પરિવારનો નિર્વાહ ચાલતો હતો. 21 જેટલા અબોલ પશુઓના મોત થઈ જતા માલધારીઓ એ તંત્ર પર પોતાનો બળાપો કાઢ્યો હતો. એક સાથે 21 પશુના મોત થતાં જ અરેરાટી મચી ગઈ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT