માતા-પિતાની આંખ ઉઘાડતી ઘટનાઃ Surendranagarમાં ટાંકીમાં ડૂબી જતાં 18 મહિનાની બાળકીનું મોત, પરિવાર શોકમગ્ન
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. ભડવાણાં ગામે 18 મહિનાની બાળકીનું પાણી ભરેલી ટાંકીમાં પડી અને ડૂબી જવાથી મોત થયાની…
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. ભડવાણાં ગામે 18 મહિનાની બાળકીનું પાણી ભરેલી ટાંકીમાં પડી અને ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રમતા-રમતા પાણીની ટાંકીમાં પડી બાળકી
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ભડવાણાં ગામમાં 18 મહિનાની બાળકી બંસી સદળીયા શેરીમાં રમી રહી હતી. આ દરમિયાન રમતા-રમતા અચાનક તે પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ઘણો સમય થવા છતાં બાળકી ઘરે પરત ન આવતા માતા-પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી.
મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો
આ દરમિયાન તેઓ પાણીની ટાંકી પાસે પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતા બાળકી ડૂબેલી જોવા મળી હતી. બાળકીને લઈને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
પરિવારમાં માતમ છવાયો
જે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે વધું તપાસ હાથ ધરી છે. 18 મહિનાની માસૂમ બાળકીનું પાણીની ટાંકીમાં ડૂબી થવાથી મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.
(વિથ ઈનપુટઃ સાજીદ બેલીમ)
ADVERTISEMENT
ADVERTISEMENT