ANAND માં ખુલ્લા ખેતરમાં દારૂની મહેફીલ માણી રહેલા 14 લોકોની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ : જીલ્લાના આંકલાવ તાલુકાનાખડોલ ઉમેટામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા હતા. આંકલાવ પોલીસે મોડી રાત્રે બાતમીના આધારે દરોડો પાડીને દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. ખુલ્લા ખેતરમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતું. પોલીસે મ્યુઝીક સીસ્ટમ, વાહનો મળી કુલ 20.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આંકલાવ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આંકલાવના ખડોલ ચંદ્રનગર સીમ વિસ્તારમાં આવેલ નિહાલ બળવંતભાઈ રાઠોડના ખુલ્લા ખેતરમાં કેટલાક પુરુષો ભેગા મળી બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં દારૂની મહેફિલ રાખી છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ખુલ્લા ખેતરમાં ત્રણ ગાડીઓ પડેલી હતી. ખેતરમાં કેટલાક છોકરાઓ જોર જોરથી સ્પીકર ઉપર ગીતો વગાડી ડિસ્કો કરતા હતા. ત્યારબાદ પોલીસે ખેતરને કોર્ડન કરી પૂછપરછ હાથ ધરતા હાર્દિક વસાવાએ પોતાની બર્થ ડે પાર્ટી હોવાનું જણાવ્યું હતું.

પાર્ટીના સ્થળ પર 14 છોકરાઓ હતા. સ્થળ પર વિદેશી દારૂના બોટલો તથા બિયરના ટીન તથા કોલ્ડ્રીંક્સની બોટલો પડેલી હતી. પોલીસે તમામ શખ્શો પાસે વિદેશી દારૂ રાખવા તેમજ પીવા બાબતનું પાસ પરમિટ માંગતા તેઓની પાસે કોઈપણ પાસ પરમિટ ન હોતા, પોલીસે તમામ 14 શખ્સોની પ્રોહિબશન એક્ટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

જેમાં જેની બર્થ ડે પાર્ટી હતી તે વડોદરાના ડભોઇનો હાર્દિક વસાવા, આકાશ ભોજવાણી, યશ સોની, જય પટેલ, હાર્દિક પટેલ, નડિયાદનો તોસીફ બલોલ, ઇમરાન વાલા, ફરહાન ગુસિયા, શાહિદ ગુગરમાન, સાકીબ ચુનિયા, આસિફ મોટાના, વસીમ ગુગરમાન, મોહસીન મોટાના, સંજય ચુનિયા. પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી છે. સાથે જ ખુલ્લા ખેતરમાં દારૂની મહેફિલ માણવા માટે બર્થ ડે પાર્ટીનું આયોજન કરવા માટે વપરાયેલ મ્યુઝિક સિસ્ટમ, મુદ્દા માલ વાહનો મળી કુલ 20,35,410 રૂપિયાના મુદ્દા માલ પ્રોહીબીશન એક્ટ હેઠળ કબજે લઈ તમામ 14 ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT