ગુજરાત ભાજપના 14 ઉમેદવારો 12 ભણેલા જ્યારે 36 મુરતિયા માત્ર 10 પાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા કુલ 160 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી સુરત, અમદાવાદ અને રાજકોટના ઉમેદવારો પૈકી 10 ઉમેદવાર માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો છે. આ ત્રણેય શિક્ષિત સિટીમાં સૌથી વધારે 7 પાસ ઉમેદવાર કાંતિ બલરને સુરત નોર્થથી ટિકિટ આપવામાં આવી છે. શિક્ષિત સિટીમાં સૌથી ઓછુ ભણેલા ઉમેદવારોને ટિકિટ અપાઇ છે. જો કે આ બાબતે સંસ્કારી નગરી વડોદરા સૌથી આગળ છે. તેના ઉમેદવારો સારુ ભણેલા ગણેલા છે.

સુરતના 12 માંથી 8 તો 12 કરતા ઓછુ ભણેલા છે
સુરત સીટીના 12 સીટો પૈકી 8 ઉમેદારો એવા છે જે 12 ધોરણ કે તેનાથી ઓછુ ભણેલા છે. જ્યારે 3 ઉમેદવારો બીએ, બીકોમ, એમએ અને એલએલબી સુધીનો અભ્યાસ કરી ચુક્યા છે. હોટ સીટ ગણાતી વરાછા, કતારગામ અને સુરત પૂર્વ બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે. વરાછા પાટીદાર અનામત આંદોલન સૌથી વધારે ચર્ચાસ્પદ બેઠક રહી છે. અહીં અલ્પેશ કથીરિયાને મેદાને ઉતાર્યા છે, જેના પર સૌની નજર છે અને અલ્પેશ કથીરિયા આપ તરફથી છે અને તે પોતે એલએલબી સુધીનો અભ્યાસ કરી ચુકી છે.

સુરતમાં સૌથી વધારે અભણ ઉમેદવારોની ભરમાર
હોટ સીટ ગણાતી વરાછા, કતારગામ અને સુરત પૂર્વ બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે. વરાછા પાટીદાર અનામત આંદોલનને લીધે સૌથી ચર્ચાસ્પદ બેઠક છે. બીજી તરફ કતારગામ બેઠક પણ ઈટાલિયાની એન્ટ્રીને લીધે હોટ બની ચુકી છે. પૂર્વ બેઠક ભાજપ માટે મહત્ત્વની છે. અહીં કોંગ્રેસની શક્યતા જોવા મળી રહી છે. ભાજપને 13347ના માર્જિનથી જ જીત મળી હતી. અહીં અરવિંદ રાણાને રિપીટ કરતા ત્રણેય સીટો પર કાંટાની ટક્કર જોવા મળશે.

ADVERTISEMENT

અમદાવાદમાં પાંચ ઉમેદવારો 12 કે તેથી ઓછુ ભણેલા
અમદાવાદ શહેરની 16માંથી માત્ર 2 બેઠક પર ભાજપે ઉમેદવારો રિપીટ કર્યા છે, જ્યારે 2017માં ચૂંટણી લડેલા 13 ઉમેદવારની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વટવા બેઠક પર ઉમેદવાર હજુ જાહેર થવાનો બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા સિવાય કોઇને પણ રિપિટ કરવામાં આવ્યા નથી. અમદાવાદ સિટીના પાંચ ઉમેદવારોએ ધો. 8થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે અન્ય ઉમેદવારો અન્જિનિયર, ડોક્ટર, પીએચડી સુધીનો પણ અભ્યાસ કર્યો છે. જો કે પાંચ ઉમેદવારો પ્રાથમિક અભ્યાસ જ લીધો છે.

રાજકોટની સ્થિતિ પણ વખાણવા લાયક નથી
રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 3 ઉમેદવાર 8થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ડો. દર્શિતા એમડી ઇન પેથોલેજી, ભાનુબેન બાબરિયા બીએ એલએલબી, કુંવરજી બાવળિયા બીએસસી અને જયેશ રાદડિયા બીઈ સિવિલ કરી ચુકેલા છે. જેથી પ્રમાણમાં તેઓ ભણેલા ગણેલા છે.

ADVERTISEMENT

જો કે 10 સુધી ભણેલા ઉમેદવારોની યાદીની વાત કરીએ તો
અબડાસા સીટ પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા ધો.4
ભુજ સીટ પરથી કેશવલાલ શિવદાસ ધો.10 પાસ
લીંબડીથી કિરીટસિંહ જીતુભા ધો.10
ટંકારાથી દુર્લભજી હરખજી ધો.10
વાંકાનેર જીતેન્દ્ર કાંતિલાલ ધોરણ 7
રાજકોટ દક્ષિણથી રમેશ વીરજીભાઇ ધો.8પાસ
ગોંડલથી ગીતાબા જયરાજસિંહ જાડેજા 10 પાસ
દ્વારકાથી પબુભા માણેક ધોરણ 7 પાસ
રાજુલાથી હીરાભાઇ સોલંકી ધોરણ 10 પાસ
મહુવાથી જેરામભાઇ 10 પાસ
તળાજાથી ગૌતમભાઇ ગોપાલભાઇ ધોરણ 10 પાસ
ગારીયાધારથી કેશુભાઇ હિરજીભાઇ ધોરણ 10 પાસ
વાગરાથી અરૂણસિંહચરણજીતસિંહ ધોરણ 10 પાસ
સુરત ઉત્તરથી કાંતિભાઇ હિતેન્દ્રભાઇ ધોરણ 7 પાસ
વરાછા રોડથી કિશોરભાઇ શિવાભાઇ ધોરણ 9 પાસ
મજુરાથી હર્ષ સંઘવી ધોરણ 9 પાસ
ગણદેવીથી નરેશભાઇ મગનભાઇ પટેલ ધોરણ 10 પાસ
જલાલપોરથી આર.સી પટેલ ધોરણ 10 પાસ
કપરાડાથી જીતુભાઇ દરજી ધોરણ 9 પાસ
ઉમરગામથી રમણભાઇ નાનુભાઇ ધોરણ 9 પાસ
વાવથી સ્વરૂપજી કરસનજી ઠાકોર ધોરણ 9 પાસ
દાંતાથી લઘુભાઇ ચાંદાભાઇ પારઘી ધોરણ 9 પાસ
દિયોદરથી કેશાજી શિવાજી ધોરણ 10 પાસ
કડીથી કરશનભાઇ પ્રેમજીભાઇ ધોરણ 7 પાસ
આણંદથી કનુભાઇ કરશનભાઇ ધોરણ 12 પાસ
મોડાસાથી ભીખુસિંહ ચતુરસિંહ ધોરણ 10 પાસ
ઠક્કરબાપાનગરથી કંચનબેન વિનુભાઇ ધોરણ 10 પાસ
ધંધુકાથી કાળુભાઇ રૂપાભાઇ ધોરણ 8 પાસ
ખંભાતથી મહેશકુમાર રાવલ ધોરણ 10 પાસ
ઉમરેઠથી ગોવિંદભાઇ પરમાર ધોરણ 10 પાસ
માતરથી કલ્પેશભાઇ પરામર ધોરણ 10 પાસ
કલોલથી ફતેસિંહ વખતસિંહ ધોરણ 12 પાસ
દેવગઢબારિયા બચુભાઇ મગનભાઇ ધોરણ 10 પાસ
રાપરથી વિરેન્દ્રસિંહ ધોરણ 10 પાસ
વિસાવદરથી હર્ષદભાઇ રિબડીયા ધોરણ 10 પાસ
ઉધનાથી મનુભાઇ મોહનલાલ પટેલ ધોરણ 10 પાસ
કતારગામથી વિનુ મોરડીયા ધોરણ 10 પાસ
ચાણસ્માથી દિલીપ ઠાકોર ધોરણ 10 પાસ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT