ધોરણ-12ની પૂરક પરિક્ષા આપનારા 50 હજાર વિદ્યાર્થીનું ભાવી આજે નક્કી થશે…પરિણામ જાહેર
ગાંધીનગરઃ માર્ચ 2022 દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-12ની પૂરક પરિક્ષાનું પરિણામ ગુરુવારે સવારે 8 વાગ્યે ઓનલાઈન જાહેર થઈ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ માર્ચ 2022 દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-12ની પૂરક પરિક્ષાનું પરિણામ ગુરુવારે સવારે 8 વાગ્યે ઓનલાઈન જાહેર થઈ ગયું છે. આ વર્ષે જુલાઈ મહિનામાં કુલ 50 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ ગુરુવારે સવારે 8 વાગ્યે ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પૂરક પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહના કોઈપણ એક વિષયમાં નાપાસ થયા હોય તેવા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 અથવા 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની લેવામાં આવી હતી.
પૂરક પરીક્ષાનું આવ્યું સારૂ પરિણામ…
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં અત્યારસુધીનો શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 29.29 ટકા તો ધો. 12 સામાન્ય પ્રવાહનું 62.72 ટકા પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય પ્રવાહની પરીક્ષા કુલ 37 હજાર 457 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાંથી 23494 પાસ થયા છે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં 12250 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 3588 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
મે મહિનામાં ધો.10 અને 12નાં પરિણામ જાહેર
વર્ષ 2022, મે મહિનામાં ધોરણ 10 અને 12મા ધોરણનાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ 12 સાયન્સનું 72 ટકા તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા રિઝલ્ટ આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT