Board Exam: બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર! બે વાર આપી શકાશે પરીક્ષા, પછી તૈયાર થશે માર્કશીટ
જો એકવાર પેપર સારા ન હોય અથવા તેમને લાગે કે તેઓ વધુ સારું કરી શકે છે તો તેઓ ફરીથી મળેલી તકનો લાભ લઈ શકે છે
ADVERTISEMENT
10th-12th Exams To Be Conudcted Twice In A Year: શાળાના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવા માટે સરકાર એક નવી પહેલ લાવી છે. આવતા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મોટી અપડેટ આપી છે.
બે વખત બોર્ડની પરીક્ષાઓ લેવાશે
શૈક્ષણિક સત્ર 2025-26 થી ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓનું આયોજન વર્ષમાં બે વખત કરવામાં આવશે. 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદેશ્ય છે વિધાર્થીઓ માંટે ભારણ વગરની ભણતર બનાવવું.
હવે વિધાર્થીને વધુ એક તક આપવામાં આવશે
વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ યોજવાનું હેતુ વિદ્યાર્થીઓને સારો દેખાવ કરવાની વધુ તક આપવાનો છે. જો એકવાર પેપર સારા ન હોય અથવા તેમને લાગે કે તેઓ વધુ સારું કરી શકે છે તો તેઓ ફરીથી મળેલી તકનો લાભ લઈ શકે છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો પ્રયાસ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલ જાહેરાત અંતર્ગત વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર વધતું જાય છે જેને લઇ આ દિશામાં સરકારે એક નવો પ્રયાસ કરવા જઈ રહી છે. શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે તેમણે કલા, સંસ્કૃતિ અને રમતગમતમાં પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે લગભગ 10 દિવસ સુધી બેગ વગર શાળાએ જઈ શકશે.
ADVERTISEMENT