GUJARAT ની 1 ટકા જનતા એક પણ નેતાથી ખુશ નહોતી, જાણો કેમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્યાતિભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપે 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક જીતતાની સાથે જ એક નવો ઇતિહાસ રચાઇ ગયો છે.12 ડિસેમ્બરે ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેતેવી શક્યતા છે. જો કે ગુજરાતમાં 5 લાખથી વધારે લોકો એવા છે કે, તેઓ પોતાના નેતા મુદ્દે કન્ફ્યુઝ હતા. 5 કરોડની વસ્તીને ધ્યાને રાખીએ તો 1 ટકા લોકો ગુજરાતના એવા હતા કે જેઓ મતદાન મુદ્દે ખુબ જ કન્ફ્યુઝ હતા. જેથી તેમણે NOTA પર મતદાન કર્યું હતું.

ગુજરાતની ખેડબ્રહ્મા બેઠક પર NOTA પર સૌથી વધારે 7331 મત પડ્યા હતા. જો કે સૌથી સારી બાબત છે કે, 2017 ની સરખામણીએ 9 ટકા વધારે મત ઘટ્યા છે. 2017 ની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં નોટામાં મોત પડ્યા હતા. ચૂંટણી પંચના ડેટા અનુસાર રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં NOTA ને 5,01,202 અથવા 1.5 ટકા મત ઓછા પડ્યા હતા. જે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં 5,51,594 ની તુલનાએ ઓછા છે. જો કે નોટા બાબતે ખેડબ્રહ્મા સીટના લોકો આપ્યા હતા. દાંતામાં 5213 અને છોટાઉદેપુરમાં 5093 વોટ મળ્યા હતા.

કપરાડામાં નોટા પર સૌથી ઓછા મત, દેવગઢ બારિયામાં 4821, શહેરામાં 4708, નિઝરમાં 4465, બારડોલીમાં 4211, દસક્રોઇમાં 4189, ધરમપુરમાં 4189, ચોર્યાસીમાં 4169, સંખેડામાં 4143, વડોદરામાં 4022, કપરાડામાં 4020 મત પડ્યા હતા. જેથી આટલા લોકો દરેક પક્ષ દ્વારા ઉભા રખાયેલા એક પણ નેતાથી સંતુષ્ટ નહોતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT