ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓમાં કાયમી ભરતી ન કરી, 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના જાહેર કરી છે. જેનો કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે દક્ષિણ ગુજરાતમાંથી આવેલા નોકરીવાંચ્છુ શિક્ષિત ઉમેદવારો રેલી કાઢી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.