દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગને પગલે જિલ્લાના નદી નાળા છ્લકાઈ જતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો દાહોદ નજીક ચોસાલા ખાતે આવેલો કાળીડેમ પણ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થતાં પાણીના ધોધ સાથે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.