રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર નર્મદા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થાનિક શિક્ષકો અમને શિક્ષણના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન શિક્ષણ પ્રધાને પોતાના વાયરલ થયેલા વીડિયોને લઈ મીડિયા સામે સ્પષ્ટતા કરી હતી. તેઓએ જ્ઞાન સહાયકની ભરતીના મુદ્દે આ વીડિયો વાયરલ થયો હતો.