ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને વૃદ્ધને માર્યો ધક્કો? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

ADVERTISEMENT

Shah Rukh Viral Video
ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને વૃદ્ધને માર્યો ધક્કો?
social share
google news

Shah Rukh Viral Video: શાહરૂખ ખાનને 77માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કેરિયર લેપર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાને એક વૃદ્ધ વ્યક્તિને રેડ કાર્પેટ પર ધક્કો માર્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ શાહરૂખ ખાનના આ વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 

રેડ કાર્પેટ પર પોઝ આપી રહ્યા છે ખાન

શાહરૂખ ખાનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં શાહરૂખ ખાનને રેડ કાર્પેટ પર એકલા પોઝ આપતા જોઈ શકાય છે. તેમની સાથે ફ્રેમમાં એક વૃદ્ધ વ્યક્તિ પણ જોવા મળી રહી છે. વૃદ્ધ વ્યક્તિ ફોટોગ્રાફર્સની સાઈડમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન તે વૃદ્ધ વ્યક્તિની તરફ જાય છે અને તેમને બંને હાથથી પાછળ ધક્કો મારે છે અને ફ્રેમમાંથી બહાર ધકેલી દે છે. 

ફેન્સ થયા લાલઘુમ!

આ વીડિયો પર શાહરૂખ ખાનના ફેન્સ તેમનો બચાવ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે તે (વૃદ્ધ વ્યક્તિ) તેમના જૂના મિત્ર છે. હવે નેગેટિવિટી ફેલાવો. તો અન્ય એક યુઝરે લખ્યું ચાલો પહેલા આખો વીડિયો બતાવો અને પછી જજ કરો. ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી છે કે વૃદ્ધ વ્યક્તિ શાહરૂખ ખાનનો મિત્ર છે. કેટલાક યુઝર્સ શાહરૂખ ખાનના આ વીડિયોને ડિલીટ કરવાની પણ માંગ કરી રહ્યા છે. જોકે, શાહરૂખ ખાનના આ વર્તન પર કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે. 

ADVERTISEMENT

નોંધઃ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુજરાત તક આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી. 

    follow whatsapp

    ADVERTISEMENT