Rashmika Mandanna નો વીડિયો જોઈને ગદગદ થયા PM મોદી, અક્ટ્રેસના કર્યા ભરપૂર વખાણ

ADVERTISEMENT

Rashmika Mandanna
રશ્મિકાનો આ વીડિયો જોઈને ખુશ ખુશ થઈ ગયા PM મોદી
social share
google news

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) માત્ર સાઉથ સિનેમાની જ નહીં, પરંતુ હિન્દી દર્શકોની વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય થઈ ચૂકી છે. રશ્મિકા મંદાના છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી છે. તે છેલ્લે રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર બ્લોકબસ્ટર 'એનિમલ' ફિલ્મમાં જોવા મળી હતી. હવે રશ્મિકા અલ્લુ અર્જુન (Allu Arjun Pushpa) સ્ટારર પુષ્પાઃ ધ રૂલમાં જોવા મળશે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં રશ્મિકા મંદાના અટલ સેતુ બ્રિજ (Mumbai's Atal Setu bridge) ના વખાણ કરતી જોવા મળી રહી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે રશ્મિકાની પોસ્ટને શેર કરીને અભિનેત્રીના ભરપૂર વખાણ કર્યા છે.  

PM મોદીએ રશ્મિકાના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશ્મિકા મંદાનાના વીડિયોને શેર કરીને લખ્યું છે કે તેઓ લોકોને જોડીને અને તેમનું જીવન સુધારીને સંતોષ મેળવે છે. વીડિયોમાં રશ્મિકા હાલમાં જ બનેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર જોવા મળી રહી છે. હાર્બર લિંકને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. આ વીડિયોમાં રશ્મિકા અટલ સેતુના વખાણ કરી રહી છે. તે કહે છે- જ્યાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 2 કલાક લેતા હતા, હવે તેઓ માત્ર 20 મિનિટમાં ત્યાં પહોંચી શકે છે.

રશ્મિકાએ અટલ સેતુ બ્રિજનો બનાવ્યો હતો વીડિયો 

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી રશ્મિકા મંદાનાએ એક્સ (પહેલા ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે અટલ સેતુ બ્રિજના વખાણ કર્યા હતા. સાથે જ તેમણે આ બ્રિજની વિશેષતાઓ પણ જણાવી હતી. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT