સોનાક્ષીએ ઝહીર સાથે 2 વર્ષ પહેલા જ ગુપચુપ કરી લીધી હતી સગાઈ? એક ફોટાથી ખુલ્યું રાજ!

ADVERTISEMENT

 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ?
Sonakshi Sinha Wedding Update
social share
google news

Sonakshi Sinha Wedding Update: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્ન કરી ચૂક્યા છે. હવે તેઓ પતિ-પત્ની બની ચૂક્યા છે. 23 જૂનના રોજ બંનેએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે 2 વર્ષ પહેલા જ સગાઈ કરી લીધી હતી. જો તમને યાદ હોય તો સોનાક્ષીએ 9 મે, 2022ના રોજ કોઈનો હાથ પકડીને પોતાના ત્રણ ફોટા શેર કર્યા હતા. તેણે આંગળીમાં વીંટી પહેરેલી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે એવું પણ કહ્યું હતું કે તેના માટે આ એક મોટો દિવસ છે. તે ખરેખર તેના માટે ખાસ દિવસ હતો કારણ કે બંનેએ સગાઈ કરી લીધી હતી. હવે બંનેની જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

9 મે 2022ના રોજ શેર કર્યો હતો ફોટો

સોનાક્ષી સિન્હાએ 9 મે 2022ના રોજ એક ફોટો શરે કર્યો હતો. જેમાં તેની આંગળીમાં એક ડાયમંડ વીંટી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેણે ફોટામાં કોઈનો હાથ પકડેલો છે, 'મારા માટે આ બહુ મોટો દિવસ છે!!!! મારું સૌથી મોટું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે... અને હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ આટલું સરળ હતું!'

ત્યારે સોનાક્ષીએ નહોતો બતાવ્યો ચહેરો

આ તસવીર જોયા બાદ એવી ચર્ચા થઈ હતી કે સોનાક્ષી સિન્હાએ સગાઈ કરી લીધી છે, પરંતુ અભિનેત્રીએ તે વ્યક્તિ કોણ છે તેનો ખુલાસો કર્યો નહોતો. જોકે, લોકોએ અનુમાન લગાવ્યું હતું કે તે ઝહીર ખાન છે, કારણ કે તે સમયે તેમના અફેરના સમાચાર પણ ચર્ચામાં હતા.

ADVERTISEMENT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)

વીંટીથી ખુલ્યુ રહસ્ય!

સોનાક્ષીએ ત્યારે જે વીંટી પહેરી હતી, તે જ વીંટી લગ્નના દિવસે પણ તેની આંગળીમાં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીંટી તેમની સગાઈની વીંટી હતી. જે હજુ પણ તેમની આંગળીમાં જોવા મળી રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)

7 વર્ષથી કરી રહ્યા છે ડેટ


જ્યારે સોનાક્ષી અને ઝહીરનો એક ઓડિયો વાઈરલ થયો, ત્યારે ખુલાસો થયો કે બંને 7 વર્ષથી એકબીજાની સાથે છે. સલમાન ખાનની પાર્ટીમાં પહેલીવાર મુલાકાત થયા બાદથી તેઓ રિલેશનશિપમાં છે. એક વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહેતા હતા.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT