સાબરકાંઠા બેઠકથી BJPએ જાહેર કરેલા બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ, કાર્યકરોની રાજીનામાની ચીમકી
Sabarkantha Lok Sabha Seat: ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ઉમેદવાર ભિખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી. આ બાદ ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હવે ભાજપના કાર્યકરો ખુલીને તેમનો વિરોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Sabarkantha Lok Sabha Seat: ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ઉમેદવાર ભિખાજી ઠાકોર પોતાની અટકને લઈને વિવાદમાં આવ્યા બાદમાં તેમણે જાતે જ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી. આ બાદ ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હવે ભાજપના કાર્યકરો ખુલીને તેમનો વિરોધ કરી રહ્યા છે. હિંમતનગરના કાર્યાલય ખાતે પહોંચીને કાર્યકર્તાઓએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિરોધ નોંધાવ્યો હતો અને ઉમેદવારને બદલવાની માંગ કરી હતી.
શોભનાબેન બારૈયાના નામ પર વિરોધ કેમ?
હકીકતમાં શોભનાબેન બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા. એવામાં તેમની પત્નીની ટિકિટ મળતા વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આરોપ છે કે શોભનાબેન બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો સાબરકાંઠા બેઠકથી ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામાં ધરી દેશે. રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવાર બદલવા માટે માંગ કરી હતી.
પહેલા ભિખાજી ઠાકોરના નામ પર થયો હતો વિવાદ
નોંધનીય છે કે, શોભનાબેન બારૈયાના નામ પહેલા ભાજપે ભિખાજી ઠાકોરને સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે બાદમાં તેમની જ્ઞાતિને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે શનિવારે અચાનક ભિખાજીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને નામ પાછું ખેંચી લીધું હતું.
ADVERTISEMENT
(ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT