Loksabha Election: ચૂંટણી પહેલા BJP સાંસદે આપ્યો ઝટકો, પાર્ટીને અલવિદા કહી પિતા સાથે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી
BJP MP Brijendra Singh Resigns: લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. હિસારથી બીજેપી સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું કહેવું છે કે તે પિતાની સાથે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. બીજેપી સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, રાજકીય મજબૂરીના કારણે મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. મને હિસારના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા જી, પીએમ મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું.
ADVERTISEMENT

કોણ છે બ્રિજેન્દ્ર સિંહ?
તમને જણાવી દઈએ કે, બ્રિજેન્દ્ર સિંહ પૂર્વ IAS ઓફિસર છે. તેમના પિતા બિરેન્દ્ર સિંહ 2022 સુધી રાજ્યસભાના સાંસદ હતા. આ સિવાય તેઓ પાંચ વખત ધારાસભ્ય અને ત્રણ વખત રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.1984માં તેમણે હિસારમાં ઓમપ્રકાશ ચૌટાલાને હરાવ્યા હતા. 2019માં બિરેન્દ્ર સિંહે તેમના પુત્ર બ્રિજેન્દ્ર સિંહને ટિકિટ આપી હતી. સૂત્રોનું કહેવું છે કે બ્રિજેન્દ્ર સિંહને આ વખતે ટિકિટ ન મળવાનો ડર હતો. જ્યારે ભાજપે જેજેપી સાથે ગઠબંધન કર્યું છે. સીટની વહેંચણી અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આજે BJP ની કોર કમિટીની બેઠક મળશે
આજે સાંજે બીજેપીની કોર કમિટીની બેઠક મળી શકે છે જેમાં કેટલાક ઉમેદવારોના નામને મંજૂરી આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપના આંતરિક સર્વેમાં કાર્યકરોએ બ્રિજેન્દ્રસિંહ પ્રત્યે નારાજગી દર્શાવી હતી. આ પછી આ બેઠક પર ઉમેદવાર બદલવાની તૈયારીઓ ચાલી રહી હતી. જો કે, હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT