પૂજા ખેડકર વિવાદ વચ્ચે UPSC ચેરમેન મનોજ સોનીનું અચાનક રાજીનામું, જાણો શું જણાવ્યું કારણ
UPSC Chairman Resignation: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂર્ણ થવાના 5 વર્ષ પહેલા જ રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો.
ADVERTISEMENT
UPSC Chairman Resignation: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂર્ણ થવાના 5 વર્ષ પહેલા જ રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે "વ્યક્તિગત કારણોસર" રાજીનામું આપ્યું છે અને નકલી પ્રમાણપત્રો સબમિટ કરવાના આરોપો સાથે તેમના રાજીનામાનો કોઈ સંબંધ નથી.
2023માં બન્યા હતા અધ્યક્ષ
મનોજ સોનીએ વર્ષ 2017થી UPSCના સભ્ય તરીકે સેવા આપ્યા બાદ 16 મે, 2023ના રોજ UPSC અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. તેમણે કથિત રીતે લગભગ 1 મહિના પહેલા જ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રાજીનામાને સ્વીકારવામાં આવશે કે નહીં.
મનોજ સોની PM મોદીની નજીક
મનોજ સોનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી નજીકના અધિકારી માનવામાં આવે છે, જેમણે તેમને 2005માં વડોદરાની એમએસ યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ તરીકે નિયુક્ત કર્યા હતા. UPSCમાં સામેલ થતાં પહેલા, તેમણે ગુજરાતની બે યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી, જેમાં ડોક્ટર બાબ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બે ટર્મ સામેલ છે.
ADVERTISEMENT
UPSCનું કામ શું હોય છે?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કેન્દ્ર સરકાર વતી વિવિધ પરીક્ષાઓ યોજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ સામેલ છે. આ સંસ્થા સામાન્ય રીતે IAS, IFS, IPS અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પોસ્ટ્સ માટે ઉમેદવારોની ભલામણ કરે છે.
પૂજા ખેડકર કેસ બાદ UPSC ચર્ચામાં
UPSC પ્રોબેશનર IAS અધિકારી પૂજા ખેડકર સામેના આરોપો પછી સમાચારમાં છે, જેણે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે તેના ડોક્યુમેન્ટમાં ગડબડ કરી હતી. જોકે, મનોજ સોનીના રાજીનામાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાબત સાથે કોઈ સંબંધ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT