JEE Advanced Admit Card: જેઈઈ એડવાન્સ્ડના એડમિટ કાર્ડ જાહેર કરાયા, જુઓ ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક
IIT Madras Released JEE Advanced Admit Card 2024: JEE એડવાન્સ પરીક્ષા માટે ફોર્મ ભરનાર ઉમેદવારો માટે સારા સમાચાર છે. IIT મદ્રાસે JEE એડવાન્સ પરીક્ષા 2024 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે.
ADVERTISEMENT
IIT Madras Released JEE Advanced Admit Card 2024: JEE એડવાન્સ પરીક્ષા માટે ફોર્મ ભરનાર ઉમેદવારો માટે સારા સમાચાર છે. IIT મદ્રાસે JEE એડવાન્સ પરીક્ષા 2024 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. એડમિટ કાર્ડ આજે એટલે કે શુક્રવાર, મે 17, 2024ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ વર્ષની JEE એડવાન્સ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
ક્યારે લેવાશે JEE એડવાન્સ્ડની પરીક્ષા?
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસે આ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ID પર પ્રવેશ કાર્ડની લિંક મોકલી છે. તમને જણાવી દઈએ કે, JEE એડવાન્સ્ડમાં બે પેપર છે - પેપર 1 સવારે 9 થી 12 વાગ્યા સુધી અને પેપર 2 બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી લેવામાં આવશે.જ્યારે JEE એડવાન્સ્ડની રિસ્પોન્સ શીટ 31 મે, 2024ના રોજ રિલીઝ થશે અને પ્રોવિઝનલ આન્સર કી 2 જૂન, 2024ના રોજ રિલીઝ થશે. જે બાદ વાંધા દાખલ કરવાની પરવાનગી આપવામાં આવશે. વાંધા વિન્ડો 3 જૂન, 2024 ના રોજ બંધ કરવામાં આવશે અને અંતિમ આન્સર કી સાથે પરિણામ 9 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. ફક્ત તે જ વિદ્યાર્થીઓ IIT JEE એડવાન્સ્ડ પ્રવેશ પરીક્ષા માટે પાત્ર છે, જેમણે JEE મેઇન 2024 માં ટોચના 2,50,000 લાખ રેન્કમાં સ્થાન મેળવ્યું છે. દેશની IIT માં એડમિશન JEE એડવાન્સ સ્કોર ના આધારે જ થાય છે.
ADVERTISEMENT
આ પગલાંને અનુસરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો:
- સૌ પ્રથમ JEE એડવાન્સ jeeadv.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- JEE એડવાન્સ 2024 એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
- લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
- એડમિટ કાર્ડ દેખાશે.
- JEE એડવાન્સ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને રાખો.
JEE એડવાન્સ પરીક્ષા 26મી મેના રોજ યોજાશે
JEE એડવાન્સ 2024 ની પરીક્ષા 26 મે, 2024 ના રોજ યોજાવાની છે. એડમિટ કાર્ડ વિના, તમને JEE એડવાન્સ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એડમિટ કાર્ડની સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા વર્ગમાં આઈડી પ્રૂફ પણ સાથે રાખવાનું રહેશે. કારણ કે આઈડી પ્રૂફ વિના કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
17 હજારથી વધુ બેઠકો માટે પરીક્ષા યોજાશે
આ વર્ષે IIT મદ્રાસ દેશની 23 IITમાં 17 હજાર 385 બેઠકો માટે આ પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. આ પરીક્ષા દ્વારા, દેશની 23 IIT સાથે IISE, IEST, રાજીવ ગાંધી પેટ્રોલિયમ, IIPE વિશાખાપટ્ટનમ, IISER ના 6 કેમ્પસમાં એડમિશન આપવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT