ISC ICSE Result 2024 Live Updates: ધો.10-12 બોર્ડનું પરિણામ જાહેર, આ રીતે ફટાફટ ચેક કરો

ADVERTISEMENT

ISC ICSE Result 2024 Live Updates
ISC ICSE Result 2024 Live Updates
social share
google news

ICSE Board Result 2024: કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) આજે, સોમવારે (06 મે) સવારે 11 વાગ્યે ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરી દીધા છે. પરિણામને વિદ્યાર્થીઓ CISCE ની સત્તાવાર વેબસાઇટ, cisce.org પર ચેક કરી શકશે.

2.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ISCE બોર્ડે ડિસેમ્બર, 2023માં પરીક્ષાની તારીખોની જાહેરાત કરી હતી. આ વર્ષે લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ICSE ધોરણ 10માની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 28 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જ્યારે 12મીની પરીક્ષા 12મી ફેબ્રુઆરીથી 2જી એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. લાંબી રાહ જોયા બાદ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માંગે છે તેઓએ આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.


ISC પરિણામ 2024: 10 અને 12ની માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • પરિણામો જોવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ results.cisce.org પર જવું પડશે.
  • વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમે 10મા અને 12માના પરિણામો માટે અલગ-અલગ લિંક્સ જોશો.
  • લિંક પર ક્લિક કરો અને રોલ નંબર અને કોડ સહિતની જરૂરી વિગતો ભરો.
  • આ પછી પરિણામ તમારી સ્ક્રીન પર આવશે. ભવિષ્યના ઉપયોગ માટે સાચવો અથવા ડાઉનલોડ કરો.
  • આ સિવાય તમે DigiLocker પરથી ISC પરિણામ અને માર્કશીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
  • આ માટે તમારે results.digilocker.gov.in પર જવું પડશે.

SMS થી CISCE, ISCE, ISC પરિણામ 2024 કેવી રીતે તપાસવું?

  • સૌથી પહેલા તમારા મોબાઈલ મેસેજ બોક્સ પર જાઓ.
  • બનાવો મેસેજમાં ISC અથવા ICSE સ્પેસ આપીને તમારું યુનિક ID ટાઈપ કરો.
  • આ મેસેજ 09248082883 નંબર પર મોકલો.
  • થોડા સમય પછી રિવર્ટ મેસેજમાં રિઝલ્ટ દેખાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT