Agniveer Bharti: ભારતીય સેનામાં નોકરીનું સપનું જોતા યુવાઓ માટે Good News, સરકાર કરવા જઈ રહી છે મોટો ફેરફાર!
Agniveer Army: ભારતીય સૈન્ય સેવાઓમાં ભરતીની નવી વ્યવસ્થા અગ્નિપથ યોજનામાં ફેરફાર થઈ શકે છે. જોકે, આ અંગે સરકાર કે સેના તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવા અહેવાલો છે કે સેના એક આંતરિક સર્વે કરાવી રહી છે, જેમાં અગ્નિવીરને લગતા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
Agniveer Army: ભારતીય સૈન્ય સેવાઓમાં ભરતીની નવી વ્યવસ્થા અગ્નિપથ યોજનામાં ફેરફાર થઈ શકે છે. જોકે, આ અંગે સરકાર કે સેના તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવા અહેવાલો છે કે સેના એક આંતરિક સર્વે કરાવી રહી છે, જેમાં અગ્નિવીરને લગતા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તેનો હેતુ ભરતી પ્રક્રિયા પર યોજનાની અસર જાણવાનો છે. આ મહિનાના અંત સુધીમાં સર્વે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.
સેના કરાવી રહી છે સર્વે
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, સેના એક આંતરિક સર્વે કરાવી રહી છે, સર્વે દ્વારા મળતી માહિતીના આધારે આવનારી સરકારની સામે સેના યોજનામાં કેટલાક ફેરફારોની ભલામણ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે સેનાના સર્વેમાં અગ્નિવીરો, ભરતી અને ટ્રેનિંગ સ્ટાફ સહિત તમામ હિતધારકો પાસેથી કેટલીક માહિતી માંગવામાં આવી છે.
10 સવાલો કરાયા છે તૈયાર
અખબાર સાથેની વાતચીતમાં અધિકારીઓએ કહ્યું કે, દરેક જૂથના જવાબો આ મહિનાના અંત સુધીમાં એકત્રિત કરવામાં આવશે. આ પછી આંકલન માટે આગળની પ્રક્રિયા શરૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે લગભગ 10 સવાલો તૈયાર કરવામાં આવ્યા છે, જે સર્વેમાં ભાગ લેનારા લોકોને પૂછવાના છે.
ADVERTISEMENT
શું પૂછવામાં આવશે?
રિપોર્ટ અનુસાર, ભરતી પ્રક્રિયામાં સામેલ લોકોએ સમજાવવું પડશે કે અગ્નિવીર સેનામાં કેમ જોડાશે. આ સાથે તેઓ સેનાનો ભાગ બનવા માટે કેટલા ઉત્સાહિત છે, તેની પણ માહિતી આપવી પડશે. આ ઉપરાંત તેઓએ અરજદારો કેવી રીતે છે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોના અરજદારો ઓનલાઈન પ્રવેશ પરીક્ષા માટે કેવા પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે જેવી માહિતી પણ આપવાની રહેશે. ખાસ વાત એ છે કે ભરતી સાથે સંકળાયેલા લોકોએ એ પણ જણાવવું પડશે કે યોજના લાગુ થયા બાદ સેનામાં ભરતી પર એકંદરે શું અસર થશે. આને લગતા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે.
અગ્નિવીરો અને જૂના સૈનિકો
રિપોર્ટ અનુસાર, યુનિટ અને સબ-યુનિટ કમાન્ડરોએ પણ અગ્નિવીર અને આ યોજના પહેલા આવેલા સૈનિકોના પ્રદર્શન પર પણ ફીડબેક આપવો પડશે. આ સાથે તેમણે એ પણ જણાવવું પડશે કે તેમણે અગ્નિવીરમાં કઈ સકારાત્મક કે નકારાત્મક બાબતો જોઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ માહિતીના આધારે સેના યોજનામાં કેટલાક ફેરફારોની ભલામણ કરી શકે છે.
ADVERTISEMENT
અગ્નિપથ યોજના
જૂન 2022માં સરકારે અગ્નિવીરોની ભરતી માટે અગ્નિપથ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત સૈન્ય સેવાઓમાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. 4 વર્ષનો કાર્યકાળ પૂરો થયા પછી, 25 ટકા અગ્નિવીર સેવાઓમાં જોડાવા માટે સ્વેચ્છાએ અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ યોજના લાગુ થઈ ત્યારથી જ તેના પર રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT