Vadodara Boat Tragedy: 17 વર્ષ સુધી માનતાઓ માન્યા બાદ થઈ હતી સંતાનપ્રાપ્તી, બોટ દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news
Vadodara Boat Accident: વડોદરામાં હચમચાવી નાખે એવી દુર્ઘટનામાં 12 માસુમ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ દુર્ઘટના તળાવમાં બોટ પલટી જવાને કારણે બની હતી, જેમાં બે શિક્ષિકાઓના મોત થયા હતા. આ દુર્ઘટનાને કારણે અનેક હસતા-ખેલતા ઘરોમાં માતમ ફેલાઈ ગયો. આ દુર્ઘટના બાદ મૃતકોના માતા-પિતાની આંખોમાં આંસુ સુકાઈ રહ્યા નથી. આ બનાવ એટલો દુઃખદાયક છે આખું વડોદરા સહિત ગુજરાત હચમચી ગયું છે. આ વચ્ચે એક એવું સામે આવ્યું છે કે જેના વિશે જાણીને તમે પણ રડી પડશે. વાસ્તવમાં એક દંપત્તીના લગ્નના 17 વર્ષ પછી જન્મેલા બે બાળકોનું આ દુર્ઘટનામાં અવસાન થયું છે.

લગ્નના 17 વર્ષ બાદ થયો હતો જન્મ

આ દંપત્તીના લગ્ન બાદ બાળકો થઈ રહ્યા નહોતા. આ માટે તેમણે માતાજીની અનેક માનતાઓ રાખી હતી. લગ્નના 17 વર્ષ સુધી રાહ જોયા બાદ તેમના ઘરે એક દીકરા અને એક દીકરીનો જન્મ થયો. આ દંપત્તીના બંને બાળકો શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. જેમાં દીકરો બીજા ધોરણમાં અને દીકરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

UKમાં રહે છે બાળકોના પિતા

આજવા રોડ પર રહેતા આ પરિવારના સ્વજનોએ મીડિયાને જણાવ્યું કે, લગ્નના અનેક વર્ષ થવા છતાં બંનેને બાળકો થઈ રહ્યા નહોતા, જેથી તેમણે અનેક બાધા-માનતાઓ રાખી હતી. જે બાદ તેમના ઘરે સંતાનનો જન્મ થયો હતો. તેમણે જણાવ્યું કે, બંને બાળકોને તળાવમાંથી કાઢીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓના મોત થઈ ચૂક્યા હતા. બાળકોના પિતા યુકે રહેતા હતા, જેઓને સમાચાર મળ્યા બાદ વડોદરા આવવા નીકળ્યા છે. બંને બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પિતાના આગમન બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બોટ પલટી મારી જતાં ડૂબ્યા હતા બાળકો

તમને જણાવી દઈએ કે બોટ પલટી જવાની આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના ઓછામાં ઓછા 12 બાળકોના મોત થયા છે. આ તમામ લોકો અહીં પિકનિક માટે ગયા હતા. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે બોટમાં સવાર કેટલાક લોકોએ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. પોલીસે આ મામલે 18 લોકો સામે ગુનો નોંધ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT