વડોદરામાં ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી, CMને રાજીનામું આપવા સુધી વાત પહોંચી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPમાં ભંગાણ પાડનારી ભાજપમાં અંદરો અંદરનો વિખવાદ સામે આવી રહ્યો છે. પાર્ટી એક બાજુ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે, તો બીજી તરફ નેતાઓના વિવાદ સામે આવી રહ્યા છે. વડોદરામાં ભાજપની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં બે નેતાઓ વચ્ચે વિખવાદ એટલો વધી ગયો કે છેક રાજીનામા સુધી વાત પહોંચી ગઈ. જેને લઈને આ મામલે હવે રાજકારણ ગરમાયું છે.

સંકલન બેઠકમાં કઈ વાત પર વિવાદ?

VTVના રિપોર્ટ મુજબ, વડોદરામાં ભાજપની સંકલન બેઠક યોજાઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ, આ બેઠકમાં વડોદરા શહેર પ્રમુખ ડો. વિજય શાહે મેયરને એમ કહીને ખખડાવ્યા હતા કે, તમારા વિસ્તારમાં CM આવે છે છતાં કોર્પોરેટરો સાથે મિટિંગ ન કરી. જે બાદ બેઠકમાં સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ સામ સામે આવી ગયા હતા. ભાજપના જ હોદ્દેદારો વચ્ચે બેઠકમાં વિવાદ સર્જાતા રાજકારણ ગરમાયું હતું.

મેયરે રાજીનામું આપવાની વાત કરી દીધી

ભાજપ શહેર પ્રમુખે રોષ વ્યક્ત કરતા મેયર પિંકીબેન સોનીએ CMને રાજીનામું આપવાની વાત કહી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપ શહેર પ્રમુખની વાતથી નારાજ થઈને મેયર કહી દીધું કે, ચાલો શીતલભાઈ આપણે મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ. તેમની સાથે સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ પણ સૂરમાં સૂર પુરાવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT