વડોદરામાં GETCOની કચેરી બહાર આખી રાત ઉમેદવારોના ધરણાં, પરીક્ષામાં ચૂક બદલ 12 અધિકારીઓને નોટિસ
GETCO Recruitment: GETCOમાં વિદ્યુતસહાયકોની ભરતી રદ થવા મામલે વિવાદ યથાવત છે. ગુરુવારે ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારો વડોદરામાં GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા…
ADVERTISEMENT
GETCO Recruitment: GETCOમાં વિદ્યુતસહાયકોની ભરતી રદ થવા મામલે વિવાદ યથાવત છે. ગુરુવારે ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારો વડોદરામાં GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. લેખિત અને પોલ ક્લાઈમ્બિંગ પરીક્ષા પાસ કરનારા 1200થી વધુ વિદ્યાર્થીઓ આકરા પાણીએ છે અને આખી રાત કચેરીની બહાર જ ઠંડીમાં બેસી રહ્યા હતા. ઉમેદવારોના સમર્થનમાં યુવરાજસિંહ જાડેજા પણ પ્રદર્શનમાં જોડાયા છે. તો બીજી તરફ પરીક્ષામાં ચૂક મામલે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કચેરી બહાર આખી રાત બેસી રહ્યા ઉમેદવારો
વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા રદ થતા ન્યાયની માંગ સાથે ઉમેદવારોના વડોદરામાં ધરણા યથાવત છે. ગુજરાતમાં ઠંડીના કાતિલ મોજા વચ્ચે પણ GETCOની કચેરી બહાર 24 કલાકથી પણ વઘુ સમયથી ઉમેદવારો ત્યાં જ છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો ઉમેદવારો સાથે થયેલા અન્યાયમાં ન્યાય અપાવવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમની સાથે જોડાયા છે.
અધિકારીઓ સામે કાર્યવાહી
આ મામલે GETCO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને HR વિભાગના એક અધિકારીની બદલી જીસેકમાં કરી દેવામાં આવી છે. તો અન્ય 12 જેટલા અધિકારીઓને અને એન્જિનિયરોને શો કોઝ નોટિસ મોકલવામાં આવી છે. અધિકારીઓ તથા એન્જિનિયરોની ભૂલના કારણે ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળતા ફરી ભરતી પ્રક્રિયા કરવા જેવી સ્થિતિ ઉદભવી છે. એવામાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કેમ રદ કરવામાં આવી ભરતી પ્રક્રિયા?
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુક સહાયકોની ભરતી બે તબક્કામાં હાથ ધરાઈ હતી. જેમાં 6 માર્ચ 2013 થી 13 માર્ચ 2023 સુધી પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ તથા 9 સપ્ટેમ્બર 2023ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં 1224 ઉમેદવારો પાસ થયા હતા અને તેમનું પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું હતું. જોકે બાદમાં એમ કહીને પ્રક્રિયા રદ કરાઈ કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL તથા GETCOની માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નહોતી. જે બાદ તેને રદ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT