દક્ષિણ ગુજરાત યુનિ.ના પેપરમાં 6 વિદ્યાર્થીઓને દંડ, એકે કામસૂત્રની વાર્તા તો બીજાએ મિત્રની લવ સ્ટોરી લખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હાલ પરીક્ષા ચાલી રહી છે, જેમાં બીકોમ અને બીએની પરીક્ષામાં 6 જેટલા વિદ્યાર્થીઓને પેપરમાં પ્રશ્નના જવાબમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે બાદ તેમને 0 માર્કસ આપવાની સાથે રૂ.500નો દંડ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીએ રાતો રાત નિયમમાં પણ ફેરફાર કર્યો છે અને હવે આ પ્રકારની હરકત કરનાર વિદ્યાર્થી પોતે માનસિક રીતે સ્વસ્થ છે તેનું સર્ટિફિકેટ આપવાનું રહેશે, આ બાદ જ તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.

6 વિદ્યાર્થીઓને દંડ થયો

વિગતો મુજબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 6 જેટલા વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી BAના એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં આખી કામસૂત્રની વાર્તા લખી નાખી હતી. જ્યારે બી.કોમના એક વિદ્યાર્થીએ પોતાના મિત્રની લવ સ્ટોરી નામ અને રોલ નંબર સાથે પેપરમાં લખી હતી. તો અન્ય ચાર વિદ્યાર્થીઓએ તો પ્રિન્સિપાલ, પ્રોફેસરોના નામ સાથે ગાળો પેપરમાં લખી હતી. આ બાદ તમામ 6 વિદ્યાર્થીઓનું હિયરિંગ કરાતા તેમણે પોતાની ભૂલ સ્વીકારીને લેખિતમાં માફી માંગી હતી.

યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો

યુનિવર્સિટીમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે હવે યુનિવર્સિટીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે, ઉત્તરવહીમાં અભદ્ર ભાષા લખવા દર્શાવે છે કે વિદ્યાર્થીનું માનસિક સંતુલન બરાબર નથી. જેથી હવે કોઈ વિદ્યાર્થી અભદ્ર ભાષા લખશે તો તેને રૂ.1000નો દંડ કરાશે અને મનોચિકિત્સક પાસેથી માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પ્રિન્સિપાલને આપવાનું કહેશે. આ બાદ જ તે આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT