Surat: પત્નીની હત્યા કરીને પત્નીએ કહ્યું-બાથરૂમમાં પડી ગઈ, ડોક્ટર્સની હોંશિયારીથી જેલ ભેગો થઈ ગયો
Surat Crime News: સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 29 વર્ષીય મહિલા માયા કુમાવતના પતિ ઘનશ્યામ કુમાવત તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
ADVERTISEMENT
Surat Crime News: સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 29 વર્ષીય મહિલા માયા કુમાવતના પતિ ઘનશ્યામ કુમાવત તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેણે ડોક્ટરને કહ્યું કે, તે બાથરૂમમાં પડી ગઈ છે અને તેને ઈજા થઈ છે. પોલીસે તપાસ શરૂ કરી હતી, જ્યારે મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર નથી. બાદમાં, મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાનું ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું ખૂલ્યું હતું. જે બાદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: વંદે ભારતમાં ફરી પરોસવામાં આવ્યું ખરાબ ક્વોલિટીનું ફૂડ, પેસેન્જરને આપેલા Amul યોગર્ટમાંથી નીકળી ફૂગ
રાજસ્થાનની મહિલાના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા
સુરતના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી અરિહંત પાર્ક સોસાયટીમાં મૂળ રાજસ્થાનના 29 વર્ષીય માયાબેન ઘનશ્યામભાઈ કુમાવત પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ અને એક દીકરો છે. માયાબેનના ઘનશ્યામભાઈ સાથે દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમના લગ્ન જીવનમાં એક છ વર્ષનો દીકરો છે. પતિ કેકની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
3 દિવસ પહેલા જ પિયરથી સાસરે આવી હતી
માયાબેનના પતિ સહિતના સાસરિયાંઓ સાથે અણ બનાવના પગલે પરિણીતા છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે રાજસ્થાન ખાતે રહેતી હતી. ત્રણ દિવસ પહેલા જ પતિ માયાને લઈને સુરત આવ્યો હતો. ગતરોજ બેભાન હાલતમાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તપાસ બાદ તમનું મોત થયું હોવાનું કહીને પોલીસને જાણ કરી હતી. પતિ સહિત પરિજનોએ બાથરૂમમાં પડી જવાના કારણે માયાબેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. જોકે માયાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: Ahmedabad: 'નોકરી મૂકી દે... કોઈની સાથે વાત નહીં કરવાની', શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા પોલીસકર્મીનો આપઘાત
પોસ્ટમોર્ટમમાં ખૂલ્યો હત્યાનો ભેદ
પરિવારજનોના આક્ષેપોના પગલે અમરોલી પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેનલ પોસ્ટમોર્ટમ કરી માયાના મોતનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેમાં સુરતની સ્મિમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ માયાનું ગળું દબાવ્યું હોવાનું અને માથામાં બોથડ પદાર્થ હત્યા કરાઈ હોવાની જાણકારી સામે આવી હતી. જે બાદ પોલીસે પતિની પૂછપરછ કરતા હત્યાનો મામલો સામે આવ્યો હતો. હત્યારા પતિ ઘનશ્યામને માયા પસંદ નહોતી. માયાના પરિજનોનો આરોપ છે કે ઘનશ્યામનું અન્ય કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની શંખા છે. તેની સામે હાલમાં ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT