સુરતમાં નશામાં ધૂત સિટી બસના ડ્રાઈવરે બસ ખાડામાં નાખી, પબ્લિકે ડ્રાઈવર અને કંડક્ટરને ઢીબી નાખ્યા
સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન હેઠળ ચલાવવામાં આવતી બ્લુ સિટી બસના ડ્રાઇવરોની બેદરકારી અવારનવાર સામે આવે છે. આવી જ એક મોટી બેદરકારી સુરતના…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન હેઠળ ચલાવવામાં આવતી બ્લુ સિટી બસના ડ્રાઇવરોની બેદરકારી અવારનવાર સામે આવે છે. આવી જ એક મોટી બેદરકારી સુરતના ઓલપાડ વિસ્તારમાંથી સામે આવી છે. નશામાં ધૂત બસ ચાલકે બસને રોડની બાજુના ખાડામાં પાડી દીધી હતી. બસ પડવાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો અને કેટલાક રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે બસના ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં જોવા મળ્યા તો લોકોએ બસના ડ્રાઈવર અને કંડક્ટરને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
જીન્સ પેન્ટ અને બ્લેક ટી-શર્ટ પહેરેલો આ વ્યક્તિ સુરત મહાનગર પાલિકાની બ્લુ સિટી બસનો ડ્રાઈવર છે. આ નશામાં ધૂત બસ ડ્રાઈવરને જોઈને તમે પણ સમજી જશો કે તે કેટલો નશામાં છે. બસને ખાડામાં નાખ્યા બાદ પણ આ બસ ડ્રાઈવરને ખબર નથી કે તેણે શું કર્યું છે. આથી અહીં હાજર લોકોએ ગુસ્સામાં તેને મારવાનું શરૂ કરી દીધું. સિટી બસનો આ ડ્રાઈવર નશામાં હતો એટલું જ નહીં પરંતુ તેનો કંડક્ટર સાથી પણ નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું.
ADVERTISEMENT
પીળો શર્ટ પહેરેલ વ્યક્તિ બસનો કંડક્ટર છે, જ્યારે તે પણ અહીં હાજર લોકોના હાથે પકડાઈ ગયો તો લોકોએ તેને પણ માર માર્યો. સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત બ્લુ સિટી બસના નશામાં ધૂત ડ્રાઈવર અને કંડક્ટરના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બસ નીચે પડતાની સાથે જ સ્થાનિક લોકો અને રાહદારીઓ બચાવ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જોકે બસમાં વધુ મુસાફરો ન હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં કેટલાક મુસાફરો પણ સવાર હતા, જેમને સલામત લોકોએ બહાર કાઢ્યા હતા. કોઈ જાનહાનિના સમાચાર નથી. જાહેર પરિવહન હેઠળ ચાલતી બ્લુ સિટી બસોના ચાલકો અવારનવાર નશામાં ધૂત હોય છે અને આવી ઘટનાઓને અંજામ આપતા રહે છે, પરંતુ તેમ છતાં સુરત મહાનગર પાલિકાના જવાબદાર અધિકારીઓ આવા બસ ચાલકો સામે કોઈ કાર્યવાહી કરતા નથી, જેના કારણે આવા નશેડી બસ ડ્રાઇવરોને અકસ્માતો સર્જવા માટે છૂટ મળી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT