SURAT માં 8 કરોડ રૂપિયાની ચકચારી લૂંટ, IT અધિકારી હોવાનું કહીને...
સુરત ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હત્યા, મારામારી અને બળાત્કાર જેવી ઘટનાઓ હવે સુરતમાં જાણે કે સામાન્ય બની ગઇ છે. જો કે આજે 8 કરોડ રૂપિયાની લૂંટની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.
ADVERTISEMENT
- હીરા વેપારી પાસેથી 8 કરોડ રૂપિયાની લૂટ
- લૂંટના કારણે પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે
- હીરા વેપારીને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી
- CCTV માં એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
- IT અધિકારી હોવાનું કહીને ચલાવી લૂંટ
સુરત ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હત્યા, મારામારી અને બળાત્કાર જેવી ઘટનાઓ હવે સુરતમાં જાણે કે સામાન્ય બની ગઇ છે. જો કે આજે 8 કરોડ રૂપિયાની લૂંટની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હીરા વેપારીને ત્યાં IT અધિકારી તરીકેને ઓળખ આપીને 8 કરોડ રૂપિયાની લૂંટ થઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
હીરા વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. આ ઉપરાંત એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ પણ થઇ છે. હાલ તો પોલીસ નાકા બંધી કરીને આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વિવિધ સ્થળો પર નાકાબંધી પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT