સુરતમાં TRB જવાનને અપશબ્દો બોલીને ધમકાવવા મામલે BJP MLA કુમાર કાનાણી સામે અરજી
સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં તાજેતરમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ફરજ પર રહેલા TRB જવાનને ડ્યૂટી સરખી ન કરતા ધમકાવી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં તાજેતરમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ફરજ પર રહેલા TRB જવાનને ડ્યૂટી સરખી ન કરતા ધમકાવી રહ્યા હતા અને મારવાની પણ ધમકી આપી રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હવે MLA કુમાર કાનાણી સામે અરજી થઈ છે. આ મામલે કુમાર કાનાણીએ પોલીસ તપાસમાં સહકાર આપવાની વાત કરી છે.
સુરતની વરાછા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો થોડા દિવસ અગાઉ એક ટીઆરબી જવાનને ધમકાવતા મોબાઈલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કુમાર કાનાણી એ વીડિયોમાં ટીઆરબી જવાનને ઝાપટ મારવાની વાત કરી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે, સાથે જ અપશબ્દો પણ બોલી રહ્યા હતા. આ વીડિયોને લઈને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી વિરુદ્ધમાં સુરતના જયેશ ગુર્જર નામના AAP નેતાએ સુરત ટ્રાફિક ડીસીપીને એક અરજી આપી છે અને ધારાસભ્ય વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરાઇ છે.
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે કહ્યું હતું કે, એમને જાણ નથી કોઈ અરજી થઈ છે પણ જો અરજી થઈ હોય તો પોલીસ પોલીસની રીતે કામ કરશે. જે કંઈ ઘટના બની છે એ આખી ગુજરાતની જનતાના ધ્યાન પર છે જે વિડિયો વાયરલ થયો છે તમામ લોકો જોયો છે. સત્ય છુપું રહેવાનું નથી. ટીઆરબી જવાને પોતાની ફરજ ચૂક કરી છે, પોલીસની કાર્યવાહીમાં સહકાર આપીશ.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
વરાછા રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને MLA કુમાર કાનાણી ઘણીવાર પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરતા રહે છે. તાજેતરમાં તેઓ પોતાના ટુ-વ્હીલર પર પોતાના મીની બજાર તરફ પત્ની સાથે નીકળ્યા હતા. ત્યારે તેમણે જોયું કે આસપાસમાં કોઈ ટ્રાફિક જવાન નહોતો. તેમની નજર ખૂણામાં પડી તો બે TRB જવાન ગાડી પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત હતા. આથી તેમણે લોકોની સામે જ TRB જવાનનો ઉધડો લીધો હતો.
કુમાર કાનાણીએ TRB જવાનનો બોલાવ્યો છતા પણ તે ઊભો થયો નહોતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ બાદ ધારાસભ્યએ તેને બોલાવતા TRB જવાને સામે જવાબ આપ્યો હતો. આથી કુમાર કાનાણી અકળાયા હતા અને કહ્યું, તું તારું સીધું સીધું કામ કર નહીં તો ઝાપટ મારીશ. સામે TRB જવાન બોલે છે, કાકા મારવાની વાત નહીં કરવાની. ત્યારે લોકો પણ એકત્રિત થઈ જાય છે અને TRB જવાન ખૂણામાં બેસીને પોતાની ફરજ ન બજાવતો હોવાનું કહીને ધારાસભ્યનું સમર્થન કરે છે. હાલમાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સુરતમાં વરાછાના ધારાસભ્યએ ફરજ દરમિયાન ફોન પર વ્યસ્ત TRB જવાનને લમધાર્યો #Surat #TrafficPolice #GujaratiNews pic.twitter.com/LiC1IxzyEy
— Gujarat Tak (@GujaratTak) August 3, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT