દરજીના દીકરાએ મહેનતથી મેળવી સિદ્ધિ, નોકરી સાથે પ્રથમ પ્રયાસમાં CAT ક્રેક કરી, હવે IIM બેંગ્લોરમાં ભણશે
રાજકોટ: કહેવત છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. અર્થાત સિદ્ધિ તેમને મળે છે જેણે હાર નથી માની. જેતપુરના એક યુવકે પણ અથાગ મહેનતથી…
ADVERTISEMENT
રાજકોટ: કહેવત છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. અર્થાત સિદ્ધિ તેમને મળે છે જેણે હાર નથી માની. જેતપુરના એક યુવકે પણ અથાગ મહેનતથી પોતાનું સપનું સાકાર કર્યું છે અને IIM બેંગ્લોરમાં પ્રથમ પ્રયાસમાં જ એડમિશન મેળવી લીધું છે. જેતપુરના વતની મનન સાદરિયા 23 વર્ષનો છે અને તેના પિતા દરજી કામ કરે છે. જોકે કોઈપણ ટ્યુશન વિના જાતે જ મહેનત કરીને મનને નોકરી સાથે CATની તૈયારી કરી અને હવે તેને મનપસંદ IIMમાં એડમિશન મળી ગયું છે.
મનનના પિતા દરજીકામ કરે છે
જેતપુરમાં રહેતો અને સામાન્ય પરિવારમાંથી આવતો મનન સાદરિયા IIM બેંગ્લોરમાં જઈને MBA કરશે. મનનના પિતા રાજકોટમાં દરજીકામ કરે છે. પરિવારમાંથી મોટાભાગના લોકો ધો.10થી આગળ ભણ્યા નથી. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં મનનને ભણવામાં રસ જોઈને પરિવારે ધો.11 અને 12 સાયન્યમાં ઈંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો. આ બાદ તેણે વડોદરાની MS યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું.
નોકરી સાથે જ CATની તૈયારી
આ બાદ તેને બેંગલુરુની કંપનીમાં નોકરી લીધી. ત્યારે ખાનગી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન મળ્યું પરંતુ ફી વધુ હોવાથી જતું કરવું પડ્યું હતું. જોકે ટ્રાવેલિંગ વધારે થતું હોવાથી મનને અમદાવાદની કંપનીમાં નોકરી શરૂ કરી. આ પછી મનને નોકરીની સાથે જ CATની જાતે જ તૈયારી શરૂ કરી જેમાં તેને 98.7 પર્સેન્ટાઈલ આવ્યા હતા. ત્યારે પહેલા જ પ્રયાસમાં CATને ક્રેક કરીને હવે તે IIM બેંગ્લોરમાં અભ્યાસ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT