રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, બેભાન થઈને ઢળી પડ્યો અને કાયમ માટે આંખો મિંચાઈ ગઈ
Rajkot News: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ઘણા દિવસથી વધી રહ્યા છે. નાની ઉંમરમાં યુવક અને યુવતીઓને હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાથી લોકો ચિંતિત છે. આ…
ADVERTISEMENT
Rajkot News: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ઘણા દિવસથી વધી રહ્યા છે. નાની ઉંમરમાં યુવક અને યુવતીઓને હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાથી લોકો ચિંતિત છે. આ વચ્ચે રાજકોટમાં વધુ એક યુવકનું નાની ઉંમરે હાર્ટ એટેક આવતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું.
મોડી રાત્રે યુવકની તબિયત લથડી
વિગતો મુજબ, રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષના રાજકુમાર આહુજા નામનો યુવક અચાનક મોડી રાત્રે અચાનક બેભાન થઈ ગયો હતો. એવામાં પરિવારના સભ્યો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકના આ રીતે મોત થઈ જતા પરિજનો પર જાણે આભ ફાટી પડ્યું હતું. યુવકના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જોકે તબીબો મુજબ પ્રાથમિક રીતે હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનું જણાવ્યું હતું.
અગાઉ મહેસાણામાં શિક્ષિકાને હાર્ટ એટેક આવ્યો હતો
નોંધનીય છે કે, બે દિવસ પહેલા મહેસાણામાં પણ શાળાની શિક્ષિકાનું ગરબા રમ્યા બાદ હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું. મહેસાણાના દેદિયાસનની આર.જે સ્કુલમાં શનિવારે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. આર.જે સ્કુલમાં ઋચિકા શાહ (ઉ.વ 23) નામની શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. શાળામાં ગરબા રમ્યા બાદ તેની તબિયત અચાનક બગડી હતી. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT