રાજકોટમાં ત્રિપલ મર્ડર! બદલાની આગમાં અંધ બનેલા પતિએ ટ્રકથી પત્ની, પ્રેમી અને દીકરાને કચડી નાખ્યા
Rajkot Crime News: રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક કન્ટેનરે ટુ-વ્હીલરે અડફેટે લેતા 10 વર્ષના બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા. એકસાથે ત્રણ લોકોના મોત બાદ…
ADVERTISEMENT
Rajkot Crime News: રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક કન્ટેનરે ટુ-વ્હીલરે અડફેટે લેતા 10 વર્ષના બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા. એકસાથે ત્રણ લોકોના મોત બાદ જ્યારે ડ્રાઈવરે કેન્ટેનર ચાલકને પકડીને પૂછપરછ કરતા ઘટના અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડરની હોવાનું સામે આવ્યું હતું અને હત્યા કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ મહિલાનો પતિ જ હતો.
ટ્રકની ટક્કરે 3 લોકોના મોત
રાજકોટમાં કોઠારિયા રોડ પર રહેતો રામજીભાઈ વરુ, પારુલબેન દાફડા અને તેનો પુત્ર પ્રદીપ એક્ટિવા પર જઈ રહ્યા હતા. દરમિયાન આજીડેમ ચોકડી નજીક એક નમકીન કંપનીની ટ્રક પૂરપાટ ઝડપે આવી અને એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં બાળક પ્રદીપનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પારૂલ અને નવનીતને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત થઈ ગયું. ઘટનાની જાણ થતા જ પોલીસ ત્યાં દોડી ગઈ હતી.
પોલીસ તપાસમાં અકસ્માત નહીં મર્ડરનો ખુલાસો
પોલીસ તપાસમાં ઘટના અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડરની હોવાનું સામે આવ્યું હતું. માહિતી મુજબ, પારૂલ અને નવનીત કેટરિંગમાં સાથે કામ કરતા. પારૂલનો પતિ પ્રવિણ દાફડા તેને ત્રાસ આપતો હતો. પારૂલના બે વર્ષથી નવનીત સાથે પ્રેમ સંબંધ હતા. આથી તે 3 મહિનાથી પતિ પ્રવિણને છોડીને નવનીત સાથે તેના ઘરે રહેતી. પુત્ર પ્રદીપને પણ તે સાથે લઈ ગઈ હતી. જ્યારે 14 વર્ષનો એક પુત્ર પિતા પ્રવિણ સાથે રહેતો હતો. ટ્રકથી એક્ટિવાને ટક્કર મારી પ્રવિણ ફરાર થઈ ગયો હતો. જેને પકડીને પોલીસે પૂછપરછ કરી હતી.
ADVERTISEMENT
પત્ની ઘરે ન આવતા હત્યા કરી નાખી
દરમિયાન પ્રવિણે જણાવ્યું હતું કે, નવનીતે તેને છરી બતાવીને ધમકી આપી હતી, આથી તેની હત્યા કરવાનું તેણે નક્કી કર્યું હતું. બીજી તરફ પારુલ નવનીત સાથે રહેતી હોવાથી પ્રવિણે પોલીસને ફોન કરીને કહ્યું હતું કે, તેની પત્ની પાછી આવવા માગે છે પરંતુ નવનીત નામનો યુવક તેને જવા દેતો નથી. આથી પોલીસે ત્યાં પહોંચીને પારૂલ અને નવનીતને પોલીસ સ્ટેશન લઈ આવી અને પૂછપરછ કરી હતી. અહીં પ્રવિણની સામે પારૂલે પતિ ત્રાસ આપતો હોવાનું અને પોતે નવનીત સાથે રહેવા માગતી હોવાનું કહેતા બંનેને પોલીસે જવા દીધા હતા.
પોલીસ સ્ટેશનથી જ પારૂલ તેના પુત્ર અને પ્રેમી નવનીત સાથે એક્ટિવા પર નીકળી હતી. ત્યારે પ્રવિણે પત્ની સાથે ન આવતા ઉશ્કેરાઈને પોતાના ટ્રકથી તેમનો પીછો કરીને ત્રણેયને કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર પડી ગયેલી પારૂલ પર ટ્રકના વ્હીલ ફરી વળતા તેને હાથ અને પગ કપાઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT