રાજકોટમાં વહુ પાસે પોર્ન વીડિયો બનાવડાવતા સસરાએ હદ વટાવી, પોલીસે ખોલ્યા પરિવારના કાંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા/રાજકોટ: રાજકોટમાં પરિણીતાએ દીપ મોઢા સાથે કોર્ટ મેરેજ કરી કર્યા છે, સોશિયલ મીડિયા મારફત બંને સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં સગાઇ બાદ જ્ઞાતીના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 2022 માં તે ગર્ભવતી થઈ હતી ત્યારથી તેના માતા-પિતાએ તેના ઘરે આવવાનું શરૂ કર્યું હતું, એક દિવસ તેના સસરા ભાવિન મોઢાએ તેની પાસે આવીને કહ્યું કે, તારી પ્રેગનેન્સીમાં શું ફેરફાર થયો છે તે મારે જોવો છે. જેને કારણે પતિ દીપે તેના શરીરનો ઉપરાંત પેટનો વીડિયો ઉતાર્યો હતો. એટલું જ નહીં ઘણી વખત તેનો નેકેડ વીડિયો ઉતાર્યો હતો જે વીડિયો દીપે તેના સસરા ભાવિન મોઢાને બતાવ્યો હતો.

આ બાબત તેને ગમતી ન હોવાથી તેણે વિરોધ કર્યો હતો. પરંતુ પતિ દીપે તેને ચુપ કરાવી દીધી હતી. સાથોસાથ એમ પણ કહ્યું હતું કે, તને હું કહું તેવા વીડિયો અને ફોટો મોકલવા પડશે નહીંતર તને મારી નાખીશ. આ વખતે સાસુ અંજના મોઢા પણ કહેતા કે તારે સસરા કહે તેમ કરવું પડશે, આ સમગ્ર ઘટનાક્રમને કારણે તેને ડર લાગતો હતો. પરંતુ કંઈ કરી શકી ન હતી. પતિ તેના વીડિયો ઉતારી સસરાને મોકલતો. સસરા એક વ્હોટ્સએપ ગ્રુપમાં આ તમામ વીડિયો મૂકતા હતા. એટલું જ નહીં આ વીડિયો તે તેના પતિ, સાસુ, સસરા જોતા હતા. તેણે સસરા વ્હોટ્સએપ ગ્રુપમાં વીડિયો મૂકતા હોવાથી તેનો વિરોધ કર્યો હતો પરંતુ પતિએ જવાબ આપ્યો નહોતો.

સસરાએ વહુના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા
ત્યારબાદ સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા હતા. જેનો તેણે વિરોધ કરતા પતિએ કહ્યું કે, પપ્પાએ ફીટ કરાવ્યા છે એટલે ભલે રહ્યા. આ પછી તે પતિ સાથે ફિઝિકલ રીલેશન બાંધતી ત્યારે સસરા પોતાના રૂમમાં સ્ક્રિનમાં આ દ્રશ્યો જોતા હતા. એક દિવસ પતિ અને સસરા તેને હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેના સસરાએ અગાઉથી ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. સસરાએ તે બતાવી તેને કહ્યું કે, મારો પુત્ર આ કોલગર્લ સાથે જે રીતે સેક્સ કરે તે રીતે તારે તેની સાથે ઘરે સેક્સ કરવાનું છે, જ્યારે તેનો પતિ ત્રીજી કોલગર્લ લઈને બીજા રૂમમાં જતો રહ્યો હતો. પતિએ તેને તે રૂમમાં આવવાનું કહ્યું હતું. તેણે ઈન્કાર કરતા બળજબરીથી લઈ ગયો હતો. જ્યાં તેના પતિએ કોલગર્લ સાથે જુદી-જુદી રીતે સેક્સ કરી તેને પણ ઘરે આ રીતે સેક્સ કરવું પડશે તેમ કહ્યું હતું. આ પછી પતિ ઘરે બળજબરી કરીને તેની ઈચ્છા વિરૂદ્ધ જુદી-જુદી રીતે સેક્સ કરી હેરાન કરતો હતો.

ADVERTISEMENT

વહુને ઈમોશનલ બ્લેકમેલ કરીને વીડિયો બનાવડાવ્યા
એકાદ મહિના પહેલા તેના સસરાએ તેની પાસે આવીને કહ્યું કે, એક પોર્નોગ્રાફી વેબસાઈટ છે જેમાં આપણે તારા ન્યૂડ વીડિયો મુકશું તો તે જોઈને લોકો આપણને ટોકન આપશે જે ટોકન સીધા બીટકોઈનમાં અને બાદમાં ઈન્ડિયન રૂપિયામાં કન્વર્ટ થઈ જશે. જેનો તેણે જોરદાર વિરોધ કર્યો હતો. જેને કારણે સસરાએ તેના પર ગુસ્સે થઈને ઈમોશનલ બ્લેકમેલીંગ કરીને કહ્યું કે ‘આપણે તારો ફેસ નહીં બતાવીએ. તને માસ્ક પહેરાવી દઈશું, તું ફેમિલીને હેલ્પ કરવા માટે આટલું તો કરી શકે ને, તારી બોડીને કોઈ ટચ નહીં કરે, ત્યાર બાદ આખરે તેણે હા પાડી હતી, પરિણામે એક દિવસ બપોરે સસરા તેના રૂમમાં આવ્યા હતા તે વખતે પતિ પણ ત્યાં હાજર હતો. સસરાએ તેના બધા કપડા કઢાવી નખાવ્યા બાદ અલગ-અલગ રીતે એક્ટ કરવાનું કહ્યું હતું. એમ પણ કહ્યું કે, કોઈ પુરૂષ જોતો હોય તો તેને સેક્સ અંગેની ફિંલીંગ આવવી જોઈએ.

ADVERTISEMENT

બાદમાં સસરાએ તેને ન્યૂડ વીડિયો બતાવી કહ્યું કે, તારે આ રીતે એક્ટ કરવાની. પતિને સસરાએ કહ્યું હતું કે આ બધું કરે ત્યારે તેનો વીડિયો ઉતારી લેજે. આટલું કહ્યા બાદ, સસરા જતા રહ્યા બાદ તેણે પતિ સમક્ષ આ બાબતનો વિરોધ કર્યો હતો પરંતુ પતિ માન્યો ન હતો. એટલું જ નહીં તેણે ટેબલ પર વીડિયો ચાલુ કરી દીધા બાદ તેનો ન્યૂડ વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો. બાદમાં પતિએ આ વીડિયો તેના સસરાને મોકલી આપ્યો હતો. તેના સસરાએ આ વીડિયો તેના, પતિ, સાસુ સાથેના વ્હોટ્સએપ ગ્રુપમાં મુકી દીધો હતો.

ADVERTISEMENT

રોજ રાત્રે લાઈવ શો કરાવતા
થોડા સમય બાદ સસરાએ કહ્યું કે, પોર્નોગ્રાફી વેબસાઈટ પર તારે શો કરવાનો છે. આ રીતે તેના રૂમમાં લગાડેલા સ્ક્રીન પર ઓનલાઈન લાઈવ શો તે કરતી હતી. તે પહેલા પતિએ રૂમની બેડશીટ અને પડદાં બદલાવી દીધા હતા એટલું જ નહીં તેને માસ્ક પહેરીને પોર્નોગ્રાફી વેબસાઈટ પર તેનો ન્યૂડ લાઈવ શો રાત્રે એકથી બે કલાક માટે મુકતા હતો, ત્યારબાદ થોડા દિવસો સુધી દરરોજ આ રીતે લાઈવ વીડિયો મુકાવતા હતા. આખરે કંટાળીને તે પિયર જતી રહી હતી. જ્યાં વાલીઓને આપવીતી જણાવી હતી. બીજી તરફ પતિ, સાસુ-સસરા તેને પાછા ઘરે લઈ આવવા માટે ખૂબ જ દબાણ કરતા હતા. કંટાળીને આખરે તેણે ફરિયાદ નોંઘાવી હતી, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT